Pages

શનિવાર, 16 મે, 2020

દ્વિતિય વિશ્વયુદ્ધ સમયનું લોકડાઉન



                            હાલ આખા વિશ્વમાં લોકડાઉન ચાલે છે. હવે ધારો કે, આ લોકડાઉન એક કે બે મહિના નહિ પરંતુ પુરા ૨૨૦૦ દિવસ (૬ વર્ષ) ચાલે તો શું હાલત થાય?

                            હા, બ્રિટન અને જર્મની જેવા દેશોએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ૨૨૦૦ દિવસ એટલે કે વર્ષ જેટલા લાંબા સમય સુધી લોકડાઉન વેઠ્યુ હતું.એ સમય નું લોકડાઉન અત્યારના  લોકડાઉન જેવું બિલકુલ ન હતું. બીજા વિશ્વયુદ્ધમાં ફક્ત બ્રિટન, જર્મની અને પોલેન્ડના મળીને ૬ કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા.જેમા સૈનીકો કરતાં નિર્દોષ નાગરીકોની સંખ્યા વધુ હતી.ચાલો આપણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટન અને જર્મની એ જે આર્થિક અને સમાજિક તકલીફો વેઠી હતી તે જોઇએ.

Second world war,Lockdown
bombing at city during world war 2





લોકડાઉન સમયનું લોકજીવન

                              એ જમાનામાં આંશિક પત્રવ્યવહાર અને રેડિયો જ માહિતીના આદાનપ્રદાનનું માધ્યમ હતું.એ જમાનામાં સોશિયલ મીડિયા, ટી.વી. કે ઈન્ટરનેટ જેવું કઈંજ ન હતુ. હવે ધારો કે આ બધા માધ્યમ વગર આપણે  લોકડાઉનમાંં સમય કાઢવાનો હોય તો શું હાલત થાય? એ જમાનામાં એ લોકોએ ૨૨૦૦ દિવસ કેવી રીતે વિતવ્યા હશે?🤔

                            બીજા વિશ્વયુદ્ધ સમયે જેવી રાત પડે કે તરત જ અંધારપટ છવાઇ જતો. એ વખતે પણ દુશ્મન દેશ તરફથી ગેસ હુમલાનો ભય સતત રહેતો હતો.તેનાથી લાખો લોકોના મૃત્યુ થવાની સંભાવનાઓ રહેતી હતી.એ સમયે પણ માસ્ક ફરજીયાત હતું અને ફાનસ કે મીણબત્તી સળગાવવા પર પણ પ્રતિબંધ હતો.

                            ગમે તે સમયે સાયરન વાગે એટલે તરત જ લોકોએ ગામમાં નક્કી કરેલા શાળા, ચર્ચ, મ્યુઝીયમ કે બંકર જેવા સલામત સ્થળે દોડીને જતું રહેવું પડતું અને કેટલા કલાકો કે કેટલા દિવસો સુધી રેહવું પડે એ કોઇ ન જાણે.એ સ્થળો પર ખાવા પીવાની કોઇ વ્યવસ્થા હોય કે ન હોય પરંતું જ્યાં સુધી સુચના ના મળે ત્યાં સુધી બહાર નિકળવાની મનાઈ હતી.આજે તો આપણે આપણા ઘરોમાં બંધ છીએ પરંતું આપણી પાસે જીવન જરૂરિયાતની બધી જ વસ્તુંઓ છે પણ એ સમયે તો બંકરોમાં કેટલા સમય સુધી અને કેટલા લોકો સાથે, કેટલા દિવસ સુધી ભુખ અને તરસ વેઠીને રહેવું પડશે એ કોઇ ન જાણતું.વિચારો કે શું હાલત થઇ હશે એમની?

                             એ જમાનામાં જીવન જરૂરીયાતની વસ્તુંઓ ની સતત તંગી રહેતી.મહિલાઓએ કેટલાયે કિલોમીટર દુર સુધી પગપાળા જવું પડતું અને ઊભી કરાયેલી રાહત છવણીઓમાં કે પછી હોસ્પિટલોમાં ફરજીયાત સેવા આપવી પડતી; એ સેવાના પ્રમાણમાં એમને ઈંડા, દુધ, શાકભાજી અને અનાજ જેવી જીવન જરૂરીયાતની વસ્તુંઓ આપવામાં આવતી.

બાળકોનું જીવન


                           બીજા વિશ્વયુદ્ધ સમયે બાળકો કોમિક્સ વાંચતાં,ખેતીકામ, ચિત્રકામ અને મ્યુઝિક જેવી પ્રવ્રુત્તિઓના આધારે સમય પસાર કરતાં. એ સમયે ચાર્લી ચેપ્લિનની ફિલ્મો પણ લોકોના મનોરંજનનું સધાન હતું.આ સમયગાળામાં માત્ર ૧૦ ટકા જેટલા વિદ્યાર્થીઓ જ ભણી શક્યા હતા. મોટાભાગની શાળાઓ યુદ્ધ છાવણીઓ અને હોસ્પિટલોમાં ફેરવાઇ ગઇ હતી.બાળકોને શાળાના બેઝમેન્ટમાં ફક્ત બે-ત્રણ દિવસ બોલાવીને આખા મહિનાનું હોમવર્ક આપી દેવામાં આવતું.

                            સૌથી ખરાબ સ્થિતિ તરુણ વયની છોકરીઓની હતી.ઘણી છોકરીઓને તો તેમની માતાાાઓઓ એ જ શરીરે ડામ આપી અને માથાનાં વાળ કાપી નાખીને કદરૂપી બનાવી દીધી હતી.જેથી તેઓ બળાત્કારનો ભોગ બનતાં બચી જાય.આ છોકરીઓનું તો જીવવાનું જ મુશ્કેલ બની ગયું હતું.

કુટુંબ વ્યવસ્થા


                            જ્યારે એક નાના બાળકને કહેવામાં આવે કે આ દંપતી આવતીકાલથી તારા માતાપિતા હશે, તો વિચારો કે એ બાળકની શું હાલત થાય? બીજા વિશ્વયુદ્ધ સમયે બ્રિટન અને જર્મનીના ૩૦ ટકાથી વધુ લોકો બેઘર અને અસહાય બની ગયા હતાં.કેટલાય દંપતી નિઃસંતાન અને કેટલાય બાળકો અનાથ બની ગયા હતાં.બીજા વિશ્વયુદ્ધ પુરું થયાંના ઘણા દિવસો સુધી આવાં લાવારીસ લોકો મળી આવતાં હતાં કે જેમનું કોઇ હતું જ નહિ. એ સમયની ભયાનકતા એ કેટલાયે કુટુંબોને વેરવિખેર કરી નાખ્યાં હતાં.ભગવાન આવા દિવસો કોઇને પણ ન બતાવે એવી પ્રાર્થના.... 🙏







ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.