Pages

ગુરુવાર, 7 મે, 2020

મનભેદુ:‌‌-સિગ્મંડ ફ્રોઈડ

                                                 " આજ થી પાંચ વર્ષ પેહલા ની વાત છે. હું મારા મિત્ર ને મળી ને ઘરે જઈ🚶 રહ્યો હતો. ઉનાળા ની બપોર હતી, સૂર્યનારાયણ☀️ તેમની પૂર્ણ પરાકાષ્ઠાએ  હતા, ધોમધખતા તાપ માં, ભલભલાની સહનશકિત ની કસોટી માંગી લે એવી ગરમી માં એક માણસ ડામર ના રોડ પર દોડી 🏃રહ્યો હતો. કપડાં ફાટેલા અને લઘરવગર મેલાંઘાટ હતા, દાઢી મૂછો એટલી કે કોઈ અઘોરી કરતાં પણ ભયાનક ભાસતો હતો:શરીર પણ મેલુંઘેલું જાણે કે વર્ષો થી સ્નાન જ નહિ કર્યું હોય:અને એની પાસે થી માથું ફાડી નાખે એવી અસહ્ય દુર્ગંધ😷 આવતી હતી:એની પાછળ નાના નાના ભૂલકાઓ પડ્યા હતા અને તેઓ " એ પાગલ, એ ગાંડો " જેવી ચિચિયારીઓ પડતા હતા."
                                                  સમાજ માં ઘણા પ્રકાર ના લોકો રહે છે.કેટલાક આને મનોરંજન😀 ની દ્રષ્ટિ એ નિહાળતા હતા, તો કેટલાક એ માણસ ને ઘૃણા 😬કરી બાળકો નો ઉત્સાહ વધારતા હતા, અને કેટલાક એવા પણ લોકો હતા કે જેઓને આ માણસ ની પરિસ્થિતિ પર દયા 😖આવતી હતી.
                                                 ‎હવે વિચારો કે ન કરે નારાયણ અને આપણા ઘર માં જ કોઈ સભ્ય ને આ પ્રકારની પરિસ્થિતિ નો ભોગ બને અને જ્યારે સરકારી તંત્ર ને આ વિશે જાણ થાય અને થોડીવાર પછી આપણા ઘરના તે સભ્ય ને કેદખાનામાં પૂરી દેવામાં આવે અને એ પણ આજીવન કારાવાસ! 😨 તો એ ઘરના સભ્યો ની અને એ વ્યક્તિ કે જે ખુદ આ રોગ નો ભોગ બની છે એમની વ્યથા વ્યક્ત પણ ના થઈ શકે એવું બને.
                                                 ‎હા, આ સત્ય છે.૧૯ મી સદી માં પૂર્વાધ માં દુનિયાભર ના દેશો માં આવા મનોરોગીઓ માટે લોખંડી જેલો અસ્તિત્વ હતું.તેમને આજીવન પાગલખાના માં પૂરી દેવામાં આવતા, જાણે કે તેઓ કોઈ રીઢા ગુનેગાર કે પછી સમાજ ના દુશ્મન ન હોય!😨
                                                ‎પણ આવા લોકો ની મદદ કરવા માટે એક માણસ આ ધરતી પર અવતર્યો, સિગ્મંડ ફ્રોઈડ.😊 આ એ જ સિગ્મંડ ફ્રોઈડ કે જેમણે આધુનિક મનોવિજ્ઞાન નો પાયો નાખ્યો. તેમણે જણાવ્યું કે, " શરીર નો કોઈ રોગ હોય અને તેનો ઉપચાર કરીએ છીએ,તેમ મન (મગજ) નો પણ રોગ હોય, તેનો પણ ઉપચાર શક્ય છે.આ વ્યક્તિઓ ગુનેગાર નહિ, પણ રોગી છે.તેઓ સજા ને પાત્ર નહિ, પરંતુ ઉપચાર અને કરુણા ને પાત્ર છે."
Sigmund Freud
Sigmund Freud


                                                      ‎૧૯ મી સદી ની શરૂઆત માં મનોવિજ્ઞાન નો એક દર્શનશાસ્ત્ર એટલે કે ફિલોસોફી તરીકે અભ્યાસ થતો હતો.તે સમયે મનોવિજ્ઞાન નો મુખ્ય હેતું , પુખ્ત માનવીની ચેતના નું વિશ્લેષણ અને અભ્યાસ કરવાનો હતો. સિગ્મંડ ફ્રોઈડે આ પરંપરાગત પ્રણાલી નો વિરોધ કર્યો અને મનોવિજ્ઞાન ક્ષેત્ર માં નવી નવી સંકલ્પનાઓને જન્મ આપ્યો ; જેના આધાર પર આજનું આધુનિક મનોવિજ્ઞાન ઊભું છે. એટલે જ તેમને આધુનિક મનોવિજ્ઞાન ના પિતા🙏 કહેવાય છે.
                                                      ‎ વર્ષ ૧૯૦૦ માં તેમનું બહુચર્ચિત પુસ્તક ' ઇન્ટરપ્રિટેશન ઑફ ડ્રીમ ' પ્રકાશિત થયું , જે તેમના રોગીઓ ને આવતા સ્વપ્નોના વિશ્લેષણ પર આધારિત હતું.તેઓ કહેતા કે," આપણને આવતા સ્વપ્નો એ બીજું કઈ નહિ,પરંતુ આપણી અતૃપ્ત ઈચ્છાઓ નું પ્રતિબિંબ છે."
                                                       તેઓ એમ પણ કહેતા કે,
                                                                               " મનુષ્ય જેટલો વિચારે છે તેના કરતાં વધારે નૈતિક છે અને મનુષ્ય જેટલો અનૈતિક છે તેની કલ્પના પણ કરી શકાય તેમ નથી." 
                                                       તેમની થિયરી પ્રમાણે માણસ માં સારા અને ખરાબ બંને તત્વો ઠાંસી ઠાંસીને ભરેલા છે, જે અનુકૂળતા પ્રમાણે બહાર આવતા રહે છે.તેમના વિચારો ખુબજ ક્રાંતિકારી હતા.
૬ મે ,૧૮૫૬ માં ઑસ્ટ્રિયા માં જન્મેલા સિગ્મંડ ફ્રોઈડ નું ૮૩ વર્ષ ની જૈફ વયે ૨૩ સપ્ટેમ્બર, ૧૯૩૯ માં લંડનમાં અવસાન થયું. તેમણે તેમના જીવનકાળ માં મનોવિશ્લેષન ક્ષેત્રે ખૂબ જ સેવા કરી. તેમના વિચારો, રિસર્ચ અને તેમણે લખેલા પુસ્તકોના કારણે મેડિકલ સાયન્સ માં મનોચિકિત્સક ની શાખા ને ખૂબ જ મહત્વ મળ્યું અને આજે પણ સિગ્મંડ ફ્રોઈડ ની કેટલીક થિયરી ને પડકારી શકાય તેમ નથી🤔.
                                                     ‎છેલ્લે સિગ્મંડ ફ્રોઈડના ખુબ જ રસપ્રદ કથન ને વાગોળીને આ લેખ ને પૂર્ણ વિરામ આપીશ. તેમણે કહેલું કે, " એક પ્રશ્ન નો જવાબ મેળવી શકાયો નથી.મે ત્રીસ વર્ષ સુધી સ્ત્રીઓ ના માનસપટલ નો અભ્યાસ કર્યો , પણ હજુ સુધી એ જાણી શકાયું નથી કે એક સ્ત્રી શું ઈચ્છે છે.?"😁😁😁
                   ‎ સાચી વાત છે...સ્ત્રીઓને તો દેવતાઓ પણ સમજી નથી શકતા તો પછી આપણા જેવા કાળા માથા વાળા માનવી નું શું ગજું?
   

                 🙏 પાર્થ પ્રજાપતિ 🙏
                 (વિચારો નુ વિશ્લેષણ)

4 ટિપ્પણીઓ:

Please Give your valuable comments and Don't enter spam link in comment box.