Pages

રવિવાર, 13 સપ્ટેમ્બર, 2020

કર્મોનો હિસાબ





કર્મોનું ભાથું લઈ ઊભા છે

બધા એક કતારમાં,
હિસાબ બધાનો પડ્યો છે,
પડશો ના કોઈ તકરારમાં...

કેટલાક રહી ગયા
કુકર્મોની માયાજાળમાં,અને
કેટલાક તરી ગયા આ ભવસાગર
સારા કર્મોની દરકારમાં...

ગરીબ ને તવંગર સૌ કોઈ
ઊભા છે એક કતારમાં,
બધાનો હિસાબ બરાબર થશે,
ના રહેશો ખોટા અહંકારમાં...

બાંધતા તો બાંધી દીધું આ
પાપનું ભાથું મોહ માયાના મદમાં,
હવે ઊંચકે પણ ના ઊંચકાય,
થઈ શક્તિ ક્ષીણ પળવારમાં...

પાઈ પાઈનો હિસાબ રાખ્યો છે એણે,
કઈ રીતે હિસાબ ચૂકતે કરીશું કર્મોનો,
શું કરવું, શું ન કરવું, સૂઝ કાંઈ પડે નહીં,
અંત સમય આવી ગયો જોતજોતામાં...

                                       -
પાર્થ પ્રજાપતિ

2 ટિપ્પણીઓ:

Please Give your valuable comments and Don't enter spam link in comment box.