Pages

રવિવાર, 30 જુલાઈ, 2023

તારા વિના હું ક્યાં - રવિ લખતરિયા

 લેખક: રવિ લખતરિયા (પ્રજાપતિ)

શીષૅક: તારા વિના હું ક્યાં 

------------------------------



તુ છે એટલે તો સાબિત કરવા મથુ છુ

તારા વિના સાબિતી જ ક્યાં


તુ છે એટલે હું છું

તારા વિના હુ ક્યાં


તુ પુછે છે એટલે જ કહું છું

તારા વિના કહુ ક્યાં


તુ સંભાળે છે એટલે તો નખરા કરુ છુ

તારા વિના નખરા ક્યાં


તુ મનાવે છે એટલે તો રિસાવ છુ

તારા વિના રિસાવ ક્યાં


તુ પ્રેમ કરે છે એટલે તો કરુ છુ

તારા વિના પ્રેમ જ ક્યાં


કેમ કહું હદય છે તારી સાથે 

તારા વિના હદય જ ક્યાં


ન બોલીને ઘણું કહ્યું

હવે બોલુ જ ક્યાં


લખી‌ લખીને ઘણું કહ્યું

પણ તુ વાચે છે ક્યાં

-રવિ લખતરિયા

બાંહેધરી:-આથી હું (રવિ લખતરિયા) ખાતરી આપું છું કે આ ગઝલ મારૂ મૌલિક સજૅન છે, જો કોઈની નકલ હોય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો

અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.