Pages

સોમવાર, 31 જુલાઈ, 2023

તરબોળ - ઘનશ્યામ વ્યાસ "શ્યામ"



ધૂપ છાંવમાં

ભીની ભીની મસ્તાની

માટીની ખુશ્બુ લઈને 

તું આવ મારે તરબોળ 

થઈ જવું છે.


આ ધૂપમાં તું અષાઢ

 ના ગીત લઈને

 આવ પસીના થી

 રેબઝેબ થવું છે.


આ ધૂપ છાંવ ના

વાયરા મારા 

અંગ અંગને બાળે 

 એની પહેલા તું આવ 

વરસાદ લઈને તારી

સાથે ભીંજાઈ જવું છે.


તારી સાથે વરસાદી

માહોલના નશામાં 

મદહોશ થઈને તારામાં

એકાકાર થઈ જવું છે.


આ ધૂપ છાંવ "શ્યામ"

તું જ લઈને આવ ને.

તારી સાથેના સંબંધોમાં

 સદાને માટે મારે

 સંતાઈ જવું છે.


- ઘનશ્યામ વ્યાસ."શ્યામ"

બાંહેધરી :- આથી હું, 'ઘનશ્યામ વ્યાસ' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. 

જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.

અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો

અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.