લેખક :અંજના શ્રીમાળી અંજિતા
રચનાનું નામ: ભારતનો જય ઘોષ
વિશ્વમાં જેણે ડંકો વગાડ્યો
ભારત તેનું નામ છે.
ગૌરવ તણો ઇતિહાસ અપાવ્યો
આ ચંદ્રયાનનું કામ છે.
ચારે કોર જય ઘોશ કરાવ્યો
વૈજ્ઞાનિકોનું કામ છે .
જનતાએ તો આનંદ રેલાવ્યો
આ ચંદ્રયાનનું કામ છે.
ચીન રૂસને પાછળ મૂકીને
ત્રિરંગો ચંદ્રે ગયો,
અનોખો જે તહેવાર લાવ્યો
આ ચંદ્રયાનનું કામ છે.
ઈસરોનું સાહસ જુઓ ચાંદ
પર ભારત લખે,
વિશ્વમાં જેનો ડંકો વાગ્યો
આ ચંદ્રયાનનું કામ છે.
પહોચી ગઈ શાહી સવારી ચાંદ પર ભારત તણી,
ગૌરવ તણો ઇતિહાસ રચાવ્યો
આ ચંદ્રયાનનું કામ છે.
આ મારી સ્વરચિત્ર રચના છે તેની હું બાહેધરી આપું છું
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.