રચનાનું નામ: ભગવાનની લાઠી(વાતૉ)
લેખક : બીના શાહ
ભગવાનની લાઠી
એક જુવાન દરિયા કિનારે ફરતો હતો ત્યાં એણે જોયું કે, એક કાચબો દરિયા કિનારે આવી ગયો.
આ કિનારા પર એક ઝેરી વીછી દરિયામાં કૂદકો માર્યો ને કાચબાની પીઠ પર બેસી ગયો ને કાચબાએ તરવાનું ચાલુ કર્યું,આ જોઈ જુવાનને આચાર્ય થયું.
જુવાને કાચબાનો પીછો કરવાનું નક્કી કર્યું ને, કાચબાની પાછળ તરવા લાગ્યો.
આ કાચબો દરિયાના બીજાં કિનારે આવ્યો એટલે વીંછી છલાંગ મારી ઉતરીને ચાલવા લાગ્યો.
જુવાને પણ તેની પાછળ જઈને જોયું તો, એક ભક્ત ધ્યાન, સાધનામાં લીન હતો, ત્યારે એ જુવાનને વિચાર આવ્યો કે, વીંછી એને કરડે એ પહેલાં હું એને લાકડીથી મારી નાખું, પણ એ પહેલાં ત્યાં એણે બીજી બાજુથી કાળો ઝેરીલો સાપ ઝડપથી ભક્તને કરડવા આવી રહ્યો છે, પણ એટલામાં વીંછી આવી ગયો ને તરત જ સાપને ડંખ મારી દીધો, તેથી સાપ બેભાન થઈ ગયો, વીંછી એનાં રસ્તે પાછો વળી ગયો.
થોડીવાર પછી ભક્ત જાગ્યો, ત્યારે જુવાને ભક્તને કહ્યું કે, ભગવાને તારી રક્ષા કાચબો ને વીંછી બનીને કરી.
ભક્તએ બેભાન સાપ જોઈને અચબા માં પડી ગયો, આંખમાં આંસું આવી ગયાં, ભક્ત ભગવાનનો આભાર માનવા લાગ્યો, ત્યારે ભગવાને ભક્તને કહ્યું કે, જો એ જુવાન તને જાણતો નથી તો પણ તારો જીવ બચાવવા "લાઠી" ઉંચકી શકે છે તો તું તો મારો ભક્ત છે તો તેને બચાવવા માટે તો મારી" લાઠી" તૈયાર જ હોય ને!
બીના શાહ.
મુંબઈ.
બાંહેધરી :- આથી હું, બીના શાહ' ખાતરી આપુ છું કે આ વાર્તા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ?
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.