નિત નૂતન વિચાર ધારાનું નામ જ નાગર! - ફાલ્ગુની વસાવડા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શનિવાર, 26 ઑગસ્ટ, 2023

નિત નૂતન વિચાર ધારાનું નામ જ નાગર! - ફાલ્ગુની વસાવડા

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- ચિંતનની ક્ષણે

મિત્રો- શુભ સવાર


પૂજ્ય મોરારીબાપુએ નાગરની બહુ સરસ વ્યાખ્યા કરી છે,  કે નિત નૂતન વિચાર ધારાનું નામ જ નાગર! 


હે મહાદેવ.

        આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આ કહેવાતા નગરો એટલે કે શહેરોના આડેધડ વિકાસ ને કારણે તેમજ સમાજની પરિવાર વ્યવસ્થા ને તોડતી આધુનિકતાના પવનની આંધી આજે પુરા વિશ્વને ઘેરી વળી છે. પ્રકૃતિના પંચભૂત તેમ સઘળા પ્રાકૃતિક તત્વો અસ્તવ્યસ્ત થઈ ગયા છે. સૂર્ય રોજ પૂર્વમાંથી ઉગી અને પશ્ચિમમાં આથમે છે ,પરંતુ લોકોના જીવનના ટાઈમ ટેબલ તે મુજબના હવે રહ્યા નથી. આચાર આહાર-વિહાર આવાસ બધું જ હવે ભોગવિલાસને કેન્દ્રમાં રાખીને થતું હોવાથી ,તેનું પરિણામ પણ અંતે કામના ઉત્પન્ન કરનાર જ છે, અને એવું પણ નથી કે લોકો આ વાત જાણતા નથી, પરંતુ કોઈને સરખું કરવું જ નથી. પેલી કહેવત  જેવું છે કે રામ સૌને ચરિત્રમાં જ ગમે છે, કોઈને તેના જેવું ચરિત્ર ઉપસાવવું નથી. ત્રેતાનો એ રામ આજે પણ એટલા જ લોકપ્રિય છે પણ એ ફક્ત રામલીલામાં.આજે જ્યારે સકળ વિશ્વની આવી દુર્દશા થઇ રહી છે, અને કોઈ ઉપચાર કારગત નીવડતો નથી, ત્યારે અંતે બધાં ઈશ્વરને શરણે આવ્યા છે, અને આ કાળથી બચવા મહાકાલ નું શરણું શોધી રહ્યા છે. રામાયણમાં રામ ને પણ તુલસીદાસજીએ નાગર કહ્યા છે. ગઈકાલે આપણે હાટકેશ્વર સ્તોત્રના ત્રણ અનુબંધ એટલે કે શ્લોકનો ભાવાર્થ જાણ્યો,અને આ સ્તોત્ર પણ માનસિક પૂજામાં સમાવવામાં આવ્યું છે. આપણે ગઈકાલે જાણ્યું કે હાટકેશ્વર સ્તોત્ર અને હાટકેશ ભગવાનની સ્થાપના આજથી બે હજાર વર્ષ પૂર્વે વડનગરમાં ચિત્રગુપ્ત નામના નાગરે કરી હતી. અને તેની વાત સ્કંદ પુરાણમાં નાગર ખંડમાં આવે છે. હાટકેશ્વરની સ્થાપના પાતાળમાં બ્રહ્માજીએ કરી હતી, એટલે એમ કહી શકાય કે ત્રણે લોકના એ સ્વામી છે, કારણ કે સ્વર્ગ અને પૃથ્વી લોકમાં તો પહેલા પણ તેનો વાસ હતો, હવે આજે આગળ.


***હાટકેશ્વર સ્તોત્ર.***


भजन्ति हाटकेश्वरं सुभक्तिभावतोऽत्र,

 ये भवन्ति हाटकेश्वराः प्रमाणपत्र नागराः । धनेन तेजसाधिकाः कुलेन चाखिलोन्नता,

 नमामि नाटकेश्वरं भजामि हाटकेश्वरम्।।४ ।।


**" દુનિયામાં જે નાગરો સારી ભક્તિની ભાવનાથી હાટકે શ્વરનું ભજન કરે છે તેઓ પોતે હાટકેશ્વરરૂપ બની જાય છે એ ખાતરીપૂર્વક હકીકત છે . તેઓ ધન અને તેજથી મોટા બને છે , અને આખા કુળની ઉન્નતિ થાય છે . નાટકે સ્વર - નૃત્યના સ્વામીને હું નમું છું .


सदा शिवोहमित्यहर्निशं भजेत यो जनः,

 सदा शिवं करोमि तं न संशयोत्र कश्चन । 

अहो दयालुता महेश्वरस्य द्दश्यतां बुधैः 

नमामि नाटकेश्वरं भजामि हाटकेश्वरम्।।५ ।।

 

તથા હાટકે શ્વર - સોનાના વામી શંકરને હું ભજું છું. જે માણસ હમેશા “ હું શિવ છુ ” એવી રીતે દિવસ અને રાત , ભજન કરે તેનું શકર ભગવાન હંમેશાં કલ્યાણ કરે છે , તેમાં કોઇ નાટકેશ્વર નૃત્યના સ્વામીને હું નમું છું અને હાટકેશ્વર સોનાના શંકા નથી . હે ડાહ્યા પુરુષો , શંકરની દયા કેવી છે તે સ્વામી શંકરની હું પૂજા કરું છું .


धराधरात्मजापते त्रिलोचनेश शंकर,

 गिरीश चन्द्रशेखराहिराजभूषणेश्वर ।

 महेश नन्दिवाहनेति संरटन अहर्निशं 

नमामि नाटकेश्वरं भजामि हाटकेश्वरम्।।६ ।।


*** પર્વતની પુત્રીના સ્વામી,જેને ત્રણ આંખ છે, પર્વતના સ્વામી,નાગના રાજા જેનું ઘરેણું છે,ચંદ્ર જેની જટામાં રહે છે, તેવા હે શંકર , હે મહેશ , હે નન્દિવાહન , એમ દિવસ અને રાત ૨ટતાં હું નાટકે સ્વર - નૃત્યના સ્વામીને નમન કરું છુ , પર્વતના - હાટકેશ્વર – સોનાના સ્વામી શંકરને ભજું છું.


   હાટકેશ્વર સ્તોત્ર હોય, રુદ્રાષ્ટક સ્તોત્ર હોય, કે શિવ મહિમ્ન હોય, પણ ગાવાથી જાણે શિવ સાક્ષાત સામે ઊભા હોય એવી અનુભૂતિ કરાવી જાય છે.હાટકેશ્વર સ્તોત્ર તે આપણે જોયું કે નાગરોની માનસ પૂજાનું એક આગવું લક્ષણ છે. સમુદ્ર મંથન સમયે જે વીષ પ્રાપ્ત થાય છે,અને ભગવાન શંકર જે ઝળાહળ વીષ પીને તે સમસ્ત દેવલોક અને આ પૃથ્વીલોકને બચાવે છે, છતાં તે ઝેર એટલે ગરલ મુક્ત છે, અને તે રીતે તે પ્રથમ નાગર છે. તો આ નાગર એટલે કોણ? શું છે એની વિશેષતા? એવો એક પ્રશ્ન લગભગ બધાને થાય.ગરલ એટલે ઝેર,અને નાગર શબ્દનો સીધો સાદો અર્થ કરીએ તો નાગર એટલે ગરલ રહિત!  અને આવો જે સમાજ છે તેને નાગર કહેવામાં આવે છે. નાગર એ સમાજ વ્યવસ્થાના ચાર વર્ણમાં આવતી જ્ઞાતિ કે પેટા જ્ઞાતિ પહેલા ન્હોતી. દેશકાળ પ્રમાણે આપણી મૂળ જાતિ હિન્દુ, અને પેટા ચાર જ્ઞાતિમાં વ્યવસ્થા ને રૂપ, નાગરો ને પણ બ્રહ્મ સમાજમાં સમાવી લેવામાં આવ્યા. પરતું આપણે ત્યાં જે પણ વ્યવસ્થાના ભાગરૂપે 4 વર્ણ સ્વીકારાયા છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, અને સેવક, પહેલા એમાં નાગરનો સમાવેશ થતો નહીં! અને નાગર માં પાછા આ ચારેચાર વ્યવસાયને લઈને ભાગ પાડવામાં આવેલા. અને પછી એ વ્યવસાયને અનુસંધાને કે નગરના નામ પરથી તેની અટક એટલે કે સરનેમ નક્કી થતી, જેમકે વસાવડા, વોરા, ઓઝા, મહેતા, દેસાઈ, નાણાવટી, માકંડ, મચ્છર, હાથી, ઘોડા શુક્લ, મંકોડી છાંયા ધોળકિયા વછરાજાની વૈશ્નવ, વગેરે. પૂજ્ય મોરારીબાપુએ નાગરની બહુ સરસ વ્યાખ્યા કરી છે, નિત નૂતન વિચાર ધારાનું નામ જ નાગર. તે પોતે પણ નાગર વંશજ છે, જીવણદાસ મહેતા જે તેના પૂર્વજ રહી ચૂક્યા છે,જે એક નાગર ગૃહસ્થ હતા. તેમણે માનસ નાગર એવી એક કથા પણ કરી છે. ભગવદ્ગોમંડલમાં પણ નાગરના પુષ્કળ અર્થ જોવા મળે છે, અને હોય પણ ખરા કારણકે નાગર વિવિધ પ્રતિભા ધરાવતો વર્ગ છે. સમાજમાં સ્ત્રી શિક્ષણની પહેલી કરનારો કોઈ જો વર્ગ હોય તો એ નાગર. રજવાડાઓના દિવાન પદ શોભાવતા એ દિવાનો નાગર જ રહી ચૂક્યા. વહીવટ અને કુનેહ તેના લોહી ગત સંસ્કાર, જ્ઞાન અને વિવેક તો જાણે અંગ અંગમાંથી છલકતું હોય તેવું વ્યક્તિત્વ. સંપૂર્ણ કલાઓના રસિક અને તેમાં પ્રવીણ. નૃત્ય ગાયન લેખન, વાદ્ય, ચિત્ર, શિલ્પ, ભરત ગુથણ કે પછી રસોઈ, દરેક ક્ષેત્રમાં તેની અલગજ છાપ છોડી જાય.જીવને મનોરંજન જોઈએ, તેવું સ્વીકારી તે ક્ષેત્રમાં પ્રગતિ કરનાર વર્ગ કદાચ નાગર જ હશે. કરકસર અને આયોજન બંનેને સાથે ચલાવી ભવિષ્ય એટલે દૂરદર્શિતા ના વિચાર પણ નાગર વધુ સારા કરી શકે. આ લખનાર પોતે પણ નાગર છે એટલે,જન્મથી જે જોયું જાણ્યું અને સ્વાભાવિક રીતે ઘર કુટુંબમા અનુભવ્યું હોય. ઉપરાંત સંસ્કાર પણ એ માતપિતા તરફથી મળ્યા હોય એટલે સ્વાભાવિક પણે લખાઈ જાય, આમાં કોઈ અન્ય ખરાબ અને અમે ઉચ્ચ એવી પક્ષપાત વૃત્તિ બિલકુલનથી, મહા ઉપનિષદ નો વસુધૈવ કુટુંબકમ ની ભાવના અને દેશપ્રેમ આ સર્વોત્તમ ભાવ હ્રદયમાં કાયમ રહે છે. ટૂંકમાં એક વાક્યમાં કહીએ તો વૈષ્ણવ ને આપણે નાગર કહી શકીએ. અને જે પરમ વૈષ્ણવ છે નાગર નરસૈયો તેની વાત આપણે આવતીકાલે કરીશું.


        સ્તોત્ર ગમે તે હોય પણ તેનો મુળ હેતુ સાક્ષાત શિવને રીઝાવીને પ્રસન્ન કરી, આ સમસ્યાનું નિવારણ કરવાનો છે. તો સૌ કોઈ પોતપોતાની રીતે આ શ્રાવણીય અનુષ્ઠાન કરી, અને આ મહાસત્તા ની હોડ ને કારણે વૈશ્વિક મંદી અને યુદ્ધની સમસ્યા માંથી આપણે મુક્ત થઈ શકીએ, એવો પ્રયત્ન કરીએ, અને ભક્તિભાવથી ભરાઈએ એવી એક અનન્ય પ્રાર્થના મહાદેવને ચરણે રાખી,હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા સ્નેહ વંદન અને જય સીયારામ.


    લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)


બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...