Pages

ગુરુવાર, 24 ઑગસ્ટ, 2023

એમના વિશે - ઘનશ્યામ વ્યાસ"શ્યામ"

રચનાનું નામ:- એમના  વિશે

લેખકનું નામ:- ઘનશ્યામ વ્યાસ"શ્યામ"


એમના વિશે લખ્યા 

કેવા સરસ કાવ્યો,

 ભૂલ ન કાઢી શકે 

એવા સોનેટ કાવ્યો

 

એક નાજુક નમણી

ને અદા મારકણી,

એવા કેટલાય કર્યાં 

એને  સંબોધનો.


લખી ને એમને આપવા

કેટલાય પ્રયત્નો કર્યા,

જુવાની ના દિવસો કેવા 

દેવદાસ બની વિતાવ્યા.


ભલે ન આપી શક્યો

એમને કવિતા કાગળે,

પણ એ જ હતી પ્રિયતમા

રાહ જોઈ જેની કાગડોળે.



હવે કવિતાનું આખું

પુસ્તક લખી નાખ્યું,

એમનું નામ સરનામું

પણ શોધી ને રાખ્યું.


મારી બેલ ને જોયું

 કાચ માં થી, કોઈકે 

ડોકિયું કર્યું બારીમાંથી.

 

જોરથી મારી બૂમ ! કોણ ?

ત્યાં અચાનક ખુલ્યા દ્વાર 

કોઈ ફૂટબોલ આવ્યું બહાર

જોઈ એને, આવ્યા ચક્કર


આ  કવિતાઓ આને માટે ?

આવા એક ફૂટબોલ માટે ?


મારા પ્રેમ કાવ્યો હજી

ગુલાબની પાંદડીઓથી

સાચવેલા તાજા અને

નખશિખ કુંવારા.


સમજાઈ ગયો મને

જીવનના અને કાવ્યો

ના સત્ય નો ફરક!

મારા દોસ્ત.


બાંહેધરી :- આથી હું, 'ઘનશ્યામ વ્યાસ '"શ્યામ" ખાતરી આપુ છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.