લેખકનું નામ : દિલીપ ધોળકિયા,
"શ્યામ"
રચનાનું નામ : ફરો છો...
--------------------
વગર વાંક દુનિયા ગજાવી ફરો છો.
કહો નામ કોનું વટાવી ફરો છો?
ધરી વેશ સાધુ, બની શાંત બેઠા,
બધાં અવગુણોને ભગાવી ફરો છો?
તરત આપતાં ફેંસલો આપ તો શું?
નયનમાં અદાલત સજાવી ફરો છો?
થશે આકરું જો મગર જાળ આવે,
સરળ માછલી જો ફસાવી ફરો છો.
કરી કામ કાળાં શરમ જો નથી તો,
નફ્ફટ નાક છેવટ લજાવી ફરો છો.
અગર ભાગશો તો કરે લોક વાતો,
ફરજથી કદમ દુર હટાવી ફરો છો.
રહો રોજ ભમતાં રચાવી રમત આ,
કહી દો લગન ક્યાં લગાવી ફરો છો.
નથી કોઈ કારણ છતાં આગ ચાંપી,
બધે કાં' અગનને જગાવી ફરો છો.
નથી માનતા જો જગત વાતને તો,
તમે આબરૂ શું ફગાવી ફરો છો?
~દિલીપ ધોળકિયા,"શ્યામ"
જૂનાગઢ.
આથી હું દિલીપ ધોળકિયા બાંહેધરી આપું છું કે આ મારી પોતાની સ્વરચિત રચના છે.
આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ?
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.