Pages

રવિવાર, 13 ઑગસ્ટ, 2023

ગોરાણી - ઘનશ્યામ વ્યાસ "શ્યામ"

રચનાનું નામ:- ગોરાણી

લેખકનું નામ:- ઘનશ્યામ વ્યાસ "શ્યામ"


ગોરાણી કિયા છૂંદણે

કોરાયું પ્રિતમનું એ નામ,

સૈયર આવી ફંફોળે છે

છૂંદણાંમાં વ્હાલું એ નામ.


કિયા મંદિરે જઈ 

પ્રસન્ન કર્યા મહાદેવ,

કિયા પીપળે પાણી લોટા કેટલા પૂજ્ય દેવ!


કૂવામાં  બેડલું સીંચી 

ઠાલું  ઉપર લાવ્યા,

સૈયર સાથે વાત્યું મેલી

પોબારા તમે હેંડ્યા.


પ્રીતમનું આવ્યું કહેણ

કે છૂંદણાંમાં  નામ !

સૈયરું બધી રહી ગઈ

થઈ ગયા તમે ઠરીઠામ.


સૈયર આવી ફંફોળે છે

છૂંદણાંમાં વ્હાલું નામ.

ગોરાણી કિયા છૂંદણે

કોરાયું પ્રિતમનું નામ.


બાંહેધરી :- આથી હું, 'ઘનશ્યામ વ્યાસ '"શ્યામ" ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.