Pages

શુક્રવાર, 25 ઑગસ્ટ, 2023

હું છું કવિતા - પલ્લવી જોષી


હું  તો  બસ એક સુંદર  અને સહજ કવિતા, 

કવિઓના મન પર રાજ  કરતી

હું  છું  કવિતા.....


શાળા  કૉલેજોના પુસ્તકોમાં  છપાતી હું, 

દરેક ના દિલમાં સદાય વસનારી

હું  છું કવિતા.....


ગુજરાતી, હિન્દી, સંસ્કૃત ભાષામાં લખાતી હું, 

શાયરો ને કવિઓના મુખેથી

ગવાતી હું છું કવિતા.....


નિસર્ગને ગગનમાં વિચારોમાં 

રાચતી હું, 

વસંત  ને ગ્રીષ્મનાં મોસમમાં  ખીલતી હું છું કવિતા.....


વરસતા વરસાદમાં ભીનાશવાળી

હું, 

સાગર અને  " સરિતા  " માં વહેનારી હું છું કવિતા.....


પલ્લવી જોશી 'સરિતા'


આ મારી મૌલિક અને અપ્રકાશિત રચના છે જેની હું ખાત્રી આપું છું. 


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.