Pages

મંગળવાર, 15 ઑગસ્ટ, 2023

સ્વતંત્રતા દિન - જયશ્રી પટેલ



સ્વતંત્ર દિવસ

ચાલો ઉજવી લઈએ 

આઝાદીનો દિવસ,

સિત્તોતેર(૭૭)વરસે કહેશું,

 *સોનાનો દિવસ*

 *ઉજવણી પૂર્ણ થઈ*

 *અમૃત મહોત્સવની*


અમે આઝાદ ભારતીય,

 નમી લઈએ તિરંગાને🙏

 આજનો દિવસ ને તવારીખે,

પછી તો છે જ,

ભાજપ ને કોંગ્રેસ ને વિપક્ષી🌶️

જાત ને પાતના દિવસ!


વિતી જાશે એમ જ દિવસો;

સામાન્ય માનવીના,

 દાળ ને ભાત,દૂધ ને દહી;

શોધવામાં જીવનભર!

પાછો એક દિવસ;

સ્વતંત્રતાનાં માળખામાં!


યાદ કરીએ 😊💐


આઝાદી શબ્દની,

ઓળખ કરાવનારને.

ચુપચાપ શહીદ થઈ;

કુરબાની આપનારને,

વંદેમાતરમ ગાન લખી;

શૌર્ય વધારનારને,

સલામ તે તિરંગાની;

દેશને ઓળખ કરાવનારને,

રાષ્ટ્રગીત જન ગન મનમાં;

દેશના ખૂણે ખૂણાંની,

પ્રશસ્તિ કરનારને🙏


ભૂલો વિધાનસભાને;

ભાગોમાં વહેચનારને,

આજની અધોગતિના;

વિચારને પ્રસરાવનારને.


બસ વિચારો એક

આપણે આઝાદ છીએ,

રહેશું ને ભારતને રાખશું!❤️


જયહિંદ

વંદેમાતરમ🙏


- જયશ્રી પટેલ



આ સાથે બાંહેધરી આપું છું આ મારી મૌલિક રચના છે.


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.