રચનાનું નામ: આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીની શોર્ય ગાથા
લેખકનું નામ: ઘનશ્યામ વ્યાસ"શ્યામ"
દેશવાસીઓ ટોળે મળી ને વધારીએ
આન, બાન, શાન
અંતર માંહે દીવો કરી
સૂતેલા અંતરને જગાડીયે.
ગીતાજી ને ભાગવત
વાંચી કૃષ્ણનો સંદેશો વિશ્વમાં પહોંચાડીએ,
સંસ્કૃત ભાષા ઉજાગર
કરી સંતાનોને શીખવાડીએ.
બાંધેલી બેડીઓ છોડી
આંતરકલહ ઉકેલિયે,
શહીદોની જેમ "કુરબાની" બસ એક
જ રટણ રાખીએ.
ભક્તિ ગંગામાં
નાહીને શક્તિ ગંગા વિકસાવિયે,
નારીશક્તિને આગળ લાવી
લાવી એમની શોર્યગાથા ગાઈએ.
રક્ષા કાજે શહિદ થયેલા
કુટુંબને બિરદાવીએ.
સંતાનોના પ્રેરકબળ
માટે એમના સ્મારક બાંધીએ.
વીર જવાનોની ગાથાને પુસ્તકમાં
સમાવીયે.
દેશ ભક્તિનો તિરંગો ઘરેઘરમાં લહેરાવીયે.
ભારતને સર્વોચ્ચ રાષ્ટ્ર બનાવીએ.
બાંહેધરી :- આથી હું ઘનશ્યામ વ્યાસ "શ્યામ" ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.
આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ?
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.