Pages

રવિવાર, 20 ઑગસ્ટ, 2023

કરકસર - ઘનશ્યામ વ્યાસ"શ્યામ"

રચનાનું નામ:- કરકસર

લેખકનું નામ:-  ઘનશ્યામ વ્યાસ"શ્યામ"



મન મારી ને

કરકસરથી જીવવાની

 મજા કોઈ ઓર છે.


સવારના ચા પાણી

પીધા વગર માથાની

ગોળી લેવાની મજા

કોઈ ઓર છે.


ડાયટ ના નામે

નાસ્તો મૂકી ચણા

મમરા ખાવાની 

મજા કોઈ ઓર છે.


ગીઝર નો પ્લગ

કાઢી બે લોટા પાણી

ને સાબુ વગર ન્હાવા

ની મજા કોઈ ઓર છે.


ત્રણ ચાર મંદિર

 ફરી પ્રસાદ ખાઈ

 ને ઓડકાર ખાવાની

 મજા કોઈ ઓર છે.


પંખો બંધ કરી

જમીન પણ પાણી

ના છંટકાવ માં સુવાની

મજા કોઈ ઓર છે.


બપોરે પાણી સાથે

ગ્લુકોઝ ના બિસ્કિટ

 બોળી ખાવાની

મજા કોઈ ઓર છે.


સાંજે બગીચામાં

 તાળીઓ પાડી 

પરાણે હસવાની

મજા કોઈ ઓર છે.


ઘરે આવી ડાયટ 

પ્રમાણે એકટાણું કરી

ભૂખ્યા પેટે સુવાની

મજા કોઈ ઓર છે.


લોકો તમને નિહાળે

તમારું દેહ લાલિત્ય જુએ

 ત્યારે તમને નિહાળવાની

મજા કોઈ ઓર છે.


બાંહેધરી :- આથી હું, 'ઘનશ્યામ વ્યાસ '"શ્યામ"ખાતરી આપુ છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે. 


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.