Pages

શુક્રવાર, 11 ઑગસ્ટ, 2023

લીલી લાગણીઓ - નેન્સી અગ્રાવત


રચનાનું નામ - લીલી લાગણીઓ 

નેન્સી અગ્રાવત 



લીલી લાગણીઓની કંઈ, આશ નથી.

હવે,લીલી લાગણીઓની આશ નથી...!


ધોળે દહાડે તારા દેખાઈ,

એમાં સૂરજનો કંઈ વાંક નથી!

અંધારાને શરણે, બેસી ચમકે,

બાકી, તેની ક્ષમતામાં કોઈ કચાશ નથી.

હવે,લીલી લાગણીઓની કંઈ આશ નથી...!


ઉંબરે પહોંચી ઘરનાં સંબંધો,

સુકાય જઇને થોભી ગયા.

ભીતર ભરેલું ઊંડું ઝરણું,

તેનો આંખેથી વહેવાનો, કોઈ અવકાશ નથી.

હવે,લીલી લાગણીઓની કંઈ આશ નથી...!


ઘુમરતા વંટોળે સવાલ કર્યો,

કેમ અલી કળીઓ ખીલતી નથી?

તોડવું ને ખરવું, જે બન્યો નિત્યક્રમ,

હવે, ભમરાના ગુંજનમાં નરમાઈશ નથી.

હવે,લીલી લાગણીઓની કંઈ આશ નથી...!


ઉજાગરો હોય તો કરો સાબિત,

એ ઓશીકાંમાં કોઈ ભીનાશ નથી!

પાંચે આંગળીઓ જોઈને કહે,

આ કળિયુગના કોળીયામાં મીઠાશ નથી.

હવે,લીલી લાગણીઓની કંઈ આશ નથી...!

હવે,લીલી લાગણીઓની આશ નથી...!


લેખકનું નામ:- નેન્સી અગ્રાવત 


બાંહેધરી :- આથી હું, નેન્સી અગ્રાવત' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.