પ્રકૃતિ સાથે મારો પ્રેમ- રાહુલ પરમાર 'તૂલું ' - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શનિવાર, 5 ઑગસ્ટ, 2023

પ્રકૃતિ સાથે મારો પ્રેમ- રાહુલ પરમાર 'તૂલું '

શીર્ષક - પ્રકૃતિ સાથે મારો પ્રેમ(લેખ)

લેખક - રાહુલ પરમાર 'તૂલું '


          પ્રકૃતિમાં રહેલી ભવ્યતા અને રમ્યતામાં માનવ જીવનનું સૌન્દર્યપણું પ્રગટ થતું હોય છે પ્રકૃતિ જીવનની દેવી છે . આપણે એના સંતાનો છીએ.જીવનને નવું દર્શન આપી જીવનને કઈ રીતે જીવવું અને સ્વીકારવું એની અનુભૂતિ કરાવે છે. આપણી ચારેબાજુ વેરાયેલું સૌન્દર્ય આપણા મન ઉરને નવી તાજગસભર રાખે છે .એ પણ કેટલી નિખાલતાથી!કેટલી રંગરંગીલતાથી! સવારમાં પડતું ઝાકળ મનુષ્યને સુખ અને દુઃખની ક્ષણિક્તાનો બોધ કરાવે છે . સૂર્યોદય અને સૂર્યાસ્ત જીવનની ગતિ સમજાવે છે. માણસને ઘણું આપવા માંગે છે ,અવનવું કેહવા માંગે છે ને જીવનમાં લિલાસ પાથરવા માગે છે પણ સિમેન્ટ સંસ્કૃતિમાં મગ્ન બનેલા મનુષ્ય નિરાશાને વળગી ચૂક્યો છે . પ્રકૃતિ સાથે સંવાદ સાધી શકવાની ક્ષમતા ગુમાવી ચુક્યો છે .

                વૃક્ષોને મળેલી વાચા, પક્ષીઓનું સંગીતપણું,ભીની માટીની સુગંધ, નદીઓનું , નિરંતતાપણું, હરહંમેશ હસતાં હસતાં સ્વાગત કરતા ફૂલોનું રંગબેરંગીપણું માણી માનવ જીવનને ધબકતું રાખવું જોઈએ..........

માનવ જીવનની સૌથી નજીકની સુખ દુઃખની સાથીણી પ્રકૃતિ અટવાયેલા મનુષ્યને સાથ જ નહિ સાંત્વના આપવાની તત્પરતા બતાવી રહે છે. એની સાથે વાતો કરવાની ક્ષમતા આપણે કેળવવી જોઈએ. જૂઓ પેલાં વૃક્ષો, અનુભવો પેલાં ભીના વાદળો, પક્ષીઓ, નિરંતર હસતાં રેહતા ફૂલો અને મેહકી રહેલી ભીની માટીની સુગંધ......કેટલી નિખાલસતા! કેટલી સ્વતંત્રતા ! કયાંય બંધિરપણું નહિ હળી-મળીને મુક્તપણે થતો સંવાદ મનુષ્ય જીવન સમજાવતો હોઈ છે .

              માનવ જીવનમાં લિલાશતા પાથરવા પ્રકૃતિ આતુરતા ધરીને ઉભી છે, પરંતુ મનુષ્ય તેનાથી મોં ફેરવી દિવેલ પીધેલા ચેહરે આમ - તેમ ભટકી રહ્યો છે. પ્રકૃતિ મનુષ્યથી કેટલી નજીક છે ને મનુષ્ય પ્રકૃતિથી કેટલો દૂર છે . પ્રકૃતિમાં રહેલા અવનવા રંગો માનવ ઉરને જીવંતતા આપવા ઉતાવળ કરતા હોય છે , પરંતુ મનુષ્ય એને પામવાની ઝંખના ક્યારે કરી જ નથી કદાચ એનો એકાદ સ્પર્શ થઈ જાય તો જીવન જીવવાનો નવો ઓપ મળી જાય. પ્રકૃતિથી અડગો રહી મનુષ્ય જીવી જ ન શકે ! પ્રકૃતિમાં મોજ છે મસ્તી છે અને એ પણ રોજ છે એને માણવાની મજા દરેક માણસ રાખવી જોઈએ, અનુભવવી જોઈએ.કુદરતના આ ખજાનાને ખુલ્લા દિલે લુંટવો જોઈએ લૂંટી શકાય એટલો ને માનવપણાને ઉત્સાહપુર્વક વધાવવું જોઈએ.


                  "પ્રકૃતિથી વિખૂટા પડી એક ક્ષણ હું જીવી ન શકું ,જીવી શકું કદાચ તો એનું હું જીવન કહી ન શકું."

                                        લિ. રાહુલ પરમાર 'તુંલું '

બાંહેધરી : આથી હું (રાહુલ પરમાર) ખાતરી આપું છું કે આ લેખ મારૂ મૌલિક સજૅન છે, જો કોઈની નકલ હોય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...