તૂટેલાં સપનાઓને શણગારતાં આવડે છે.
તૂટેલા દિલને મનાવતા આવડે છે.
મારાં દર્દો જોઈ પરેશાન ન થાઓ
મને દુઃખોમાં પણ હસતાં આવડે છે.
તમારી યાદો મનને સતાવે એ તમને શી ખબર?
પૂછો પહેલાં ઓશીકાંને, મને અશ્રુનાં
વરસાદમાં પણ મેઘધનુષ્ય રચતાં આવડે છે.
એકવાર અનુભવ તો કર આ સર્જાયેલી 'આકૃતિ'નો
તું પણ નિહાળીશ મને કે,
દરેક રંગોમાં રંગાતા મને આવડે છે.
- આકૃતિબા મોરી
હું મોરી આકૃતિબા બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત રચના છે.
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.