Pages

રવિવાર, 6 ઑગસ્ટ, 2023

મૌનની મહેફીલ સજાવી- નેન્સી અગ્રાવત

રચનાનું નામ - "મૌનની મહેફીલ સજાવી" 

લેખકનું નામ:નેન્સી અગ્રાવત 



મૌનની મહેફિલ સજાવી ગયા,વિના શબ્દોથી

કોરો કોરો સંવાદ કરી ગયા,  વિના શબ્દોથી



રૂકેલા છીએ, ઝૂકેલા છીએ, નમેલા છીએ 

તો પણ આંખોમાં ખ્ટક્યા રહ્યા, વિના કંકરથી

મૌનની મહેફિલ સજાવી ગયા, વિના શબ્દોથી

કોરો કોરો સંવાદ કરી ગયા,  વિના શબ્દોથી



કથળ્યું કથાનક અમારું, જ્યારે આપની સમક્ષ

ત્યારે વિના વાંકે  વહેતા રહ્યાં નીર, સૂકા નેણોથી

મૌનની મહેફિલ સજાવી ગયા વિના શબ્દોથી

કોરો કોરો સંવાદ કરી ગયા,  વિના શબ્દોથી


કોઈક ભાર નીચે દબાયેલા હંમેશા મહેસુસીએ,

તો' યે હવામાં ઊડતાં રહ્યાં, ધીમા ધીમા વંટોળથી

મૌનની મહેફિલ સજાવી ગયા વિના શબ્દોથી

કોરો કોરો સંવાદ કરી ગયા,  વિના શબ્દોથી



માન્યું પૃથ્વી ગોળ અને વિશાળ પટ છે.

શોધો જગ્યા સંતાવા તો,સાદ આવે હદયના  ખૂણેથી

મૌનની મહેફિલ સજાવી ગયા,  વિના શબ્દોથી

કોરો કોરો સંવાદ કરી ગયા,  વિના શબ્દોથી


પસાર થવું પડે જગમાં સૌને જીવતર સાગરમાં

શઢ નો ભરોસો ના રહ્યો હોય તો મારો ધક્કો હલેસાથી,

મૌનની મહેફિલ સજાવી ગયા,  વિના શબ્દોથી

કોરો કોરો સંવાદ કરી ગયા,  વિના શબ્દોથી.






લેખકનું નામ:- નેન્સી અગ્રાવત 


બાંહેધરી :- આથી હું, નેન્સી અગ્રાવત' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.