પરફોમ્ કરતું પતંગિયું - ડૉ. ઉષા જાદવ "શ્યામા" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

બુધવાર, 9 ઑગસ્ટ, 2023

પરફોમ્ કરતું પતંગિયું - ડૉ. ઉષા જાદવ "શ્યામા"

લેખકનું નામ: ડૉ. ઉષા જાદવ "શ્યામા"

શીર્ષક: પરફોમ્ કરતું પતંગિયું


ચશ્માંનાં કાચ પર,આવીને બેસી જાય,

ઘડિયાળના ચિત્ર પર, પરફોમ કરતું પતંગિયું.


ક્ષણભર સ્ટેચ્યું થઈ, છૂટૂછવાયું રઝળ્યા કરે,

ઠેકતુકને ઉડી જાય, પરફોમ કરતું પતંગિયું.


સમયને થીજવતું, ચપળતાના દ્વારેથી,

પ્રિયસ્મૃતિમાં સરી જાય, પરફોમ કરતું પતંગિયું.


ગંભીર સ્વરૂપ લઈને, ફિલસૂફીનો ડોળ કરતું,

મંત્રમુગ્ધ થઈ જાય, પરફોમ કરતું પતંગિયું.


પ્રકૃતિનું સખ્ય સાધીને, સ્મરણ સ્તંભ પર કલ્પાતું,

ફરી સજીવન થઈ જાય, પરફોમ કરતું પતંગિયું.


                  ડૉ. ઉષા જાદવ -"શ્યામા "


 હું, ' ડૉ.ઉષા જાદવ "શ્યામા" બાહેધરી આપુ છું કે આ મારી સ્વરચિત રચના છે.


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...