પ્રસંગો સાચવી સઘળાં - દિલીપ ધોળકિયા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શુક્રવાર, 11 ઑગસ્ટ, 2023

પ્રસંગો સાચવી સઘળાં - દિલીપ ધોળકિયા

 લેખકનું નામ : દિલીપ ધોળકિયા, 

                   "શ્યામ"

રચનાનું નામ : પ્રસંગો સાચવી સઘળાં...

---------------------


પ્રસંગો સાચવી સઘળા પછી બેઠો જગતમાં છું.

મુકીને દાવ પણ જીવન જુઓ બેઠો રમતમાં છું.


બતાવું ચાલ  જીતીને હજુ  પણ હામ બાકી છે,

ભલે આ હાથ છે ખાલી છતાં  બેઠો શરતમાં છું.


હતો હું કિંમતી  ત્યારે ખરીદી  ના શક્યાં હો તો,

ભરો ખિસ્સે  મને કોઈ  જુઓ બેઠો મફતમાં છું.


તમે હથિયાર ભાંગેલાં  અમારાં હાથમાં ભાળી,

મને હારેલ  ના સમજો  હજુ બેઠો  લડતમાં છું.


ભલે ફેંકો  તમે પાસા  શકુની  ચાલ  જેવા પણ,

કરી  છે  કૂકરી  ગાંડી  પછી  બેઠો  ભરતમાં છું.


રહો છો દૂર પણ ભૂલી  જશો એ વાત ખોટી છે,

કદી આવી મળો એ જીદ લઈ બેઠો મમતમાં છું.


~દિલીપ ધોળકિયા,"શ્યામ"

   જૂનાગઢ.

હું દિલીપ ધોળકિયા,"શ્યામ" આથી બાંહેધરી આપું છું કે આ મારી સ્વ રચીત રચના છે..


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...