Pages

શુક્રવાર, 11 ઑગસ્ટ, 2023

પ્રેમની હિફાજત- ડૉ. ઉષા જાદવ "શ્યામા"

નામ: ડૉ. ઉષા જાદવ "શ્યામા"

શીર્ષક: પ્રેમની હિફાજત

----------------------


તારા પ્રેમની હિફાજત હું એમ કરું છું.

કોઈ સામે જુએ તો નજર નીચી કરું છું.


હસીને પ્રત્યુતર આપવો એ આદત રહી,

હા, હવે બે હરફથી વાત પૂરી કરું છું.


સાવ સૂકી વ્યવહારિકતા મને નાં પાલવે,

ભીની સુગંધે જુગલબંધી રોજ કરું છું.


રોજ આવીને અથડાય તારા નામે શબ્દો,

એને પક્તિમાં ગોઠવીને તુકબંધી કરું છું.


રદિફ, કાફિયા ગોઠવાઈ જાય કહ્યા વગર,

દરેક મક્તા સાથે એવી વફાદારી કરું છું.


અવનવા શબ્દોમાં સ્નેહ જડીને 'શ્યામા',

તારા નામે એક ગઝલ હું રોજ લખું છું.


~ડૉ. ઉષા જાદવ - "શ્યામા"

હું ડૉ. ઉષા જાદવ "શ્યામા" આથી બાહેધરી આપુ છું કે આ મારી સ્વરચિત રચના છે.... 


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.