સંબંધ - બીના શાહ - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શુક્રવાર, 11 ઑગસ્ટ, 2023

સંબંધ - બીના શાહ

રચનાનું નામ : સંબંધ

લેખક : બીના શાહ



સંબંધો એવા હોય કે જેને શબ્દોની જરૂર ન પડે......

આજકાલ પતિ-પત્નિના સંબંધોમાં તણાવ વધી ગયો છે. લાંબા સમય સુધી અબોલા રહે છે. એક-બીજાની જરૂરીયાતને સમજતા નથી,ભાવનાઓને ઓળખતા નથી. સંબંધો એવા હોવા જોઈએ કે જેમાં શબ્દોની જરૂર જ ન પડે, કહ્યા વગર સમજાય જાય કે તમારા સાથીના મનમાં શું ચાલી રહ્યું છે. આવી સમજ પ્રેમથી આવે છે. તે સંબંધનો સૌથી વધુ સુંદર ભાગ છે કે જેમાં સામે વાળા કહ્યા વગર જ વાત સમજી જાય.

રામ-સીતાના સંબંધો દામ્પત્ય જીવનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.આ સંબંધમાં વિશ્વાસ અને પ્રેમ એટલો વધુ છે કે જ્યાં ભાવનાઓના આદાન-પ્રદાન માટે શબ્દોની જરૂર પડતી નથી. એક પ્રસંગ છે વનવાસ દરમિયાન જ્યારે રામ-સીતા અને લક્ષ્મણ ચિત્રકૂટ માટે જઈ રહ્યા હતા. રસ્તામાં ગંગા નદી આવે છે. ગંગાને પાર કરવા રામે કેવટની મદદ લીધી. કેવટે ત્રણેયને હોડી દ્રારા ગંગા નદીને પેલે પાર પહોંચાડયા. કેવટને મહેનતાણું આપવાનું હતું. રામ પાસે આપવા માટે કંઈ ન હતું. તે કેવટને આપવા માટે નજરથી કંઈક શોધવા લાગ્યા.

સીતાએ રામના હાવભાવથી તેમના મનની વાત જાણી લીધી. તે કહ્યા વગર જ સમજી ગયા કે રામ કેવટને ભેટ આપવા માટે કંઈક શોધી રહ્યા છે. સીતાએ રામની મનોદશા સમજી જઈને પોતાના હાથમાંથી વીંટી કાઢીને કેવટને આપી દીધી. આ પૂરા પ્રસંગમાં ન તો રામે સીતાને કંઈ કહ્યું કે ન તો સીતાએ રામને કંઈ પૂછયું,પરંતુ બંન્નેની ભાવનાઓનું આદાન-પ્રદાન થઈ ગયું.

                                                            બીના શાહ (મુંબઈ) 


બાંહેધરી : હું બીના શાહ ખાતરી આપું છું કે આ લેખ મારો મૌલિક સજૅન છે, જો કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...