રચનાનું નામ: સંધ્યા ટાણું
લેખક : બીના શાહ
સાંજનું આરંભાયેલું
સંધ્યા ટાણું,
ધીરે ધીરે
લુપ્ત થતાં પડછાયાં,
નદીનાં
રળિયામણાં તટ સાથે
પાણીનું
ખળખળ વહેવું ને
કેસરિયાં રંગ સાથે
સૂર્યાસ્તનાં
સોનેરી દશ્યમાં
ફેલાયેલાં
અનેક રંગો,
જાણે આકાશમાં લહેરાતી
મેઘધનુષી ચાદર ને
ત્યાંથી જ
પંખી ઘર
તરફ વળે
નીરણ સાથે લઈ...
- બીના શાહ
મુંબઈ
બાંહેધરી : આથી હું ખાતરી આપું છું કે આ કવિતા મારી મૌલિક સજૅન છે.
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.