Pages

મંગળવાર, 8 ઑગસ્ટ, 2023

સંગાથ - નેન્સી અગ્રાવત


રચનાનું નામ - "સંગાથ"

લેખકનું નામ - નેન્સી અગ્રાવત 



કાગળની હોડીને,  મળે ખળખળતું નીર,

મારી સંગાથે તો ' યે હરખતું ગીત.


ખખડાવ જો દ્વાર તું, ઊભી છું આજ,

ખાલી બારીનું ડોકિયું નથી, ઉમળકો ખાસ.


પીરસું છું લાગણીને, ભાવ ભક્તિનો રાગ,

ઝળહળે દીપક જેમ જ્યોતિ સંગાથ.


આવી જો એકવાર , મળીએ એકાંત,

બે બોલના શબ્દો થકી, કરું ઋણનો  સ્વીકાર.


મારો ને  તારો, થાય   સરવાળો આજ,  

હું બનું શૂન્ય ,કરું તારું પદ ખાસ.


છોડી નિરાશા ચાલ, જીવનને પાર

બનીએ  હલેસા,  હોડી હંકારવા કાજ


કાગળની હોડીને, જો મળે ખળખળતું નીર,

મારી સંગાથે તો ' યે હરખતું ગીત.





લેખકનું નામ:- નેન્સી અગ્રાવત 


બાંહેધરી :- આથી હું, ' નેન્સી અગ્રાવત ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.