Pages

શુક્રવાર, 25 ઑગસ્ટ, 2023

હાટકેશ્વર સ્તોત્રનું જ્ઞાન અને ગાન એ દરેક નાગર ગૃહસ્થના ઘરનો મૂળ સંસ્કાર છે

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- ચિંતનની ક્ષણે

મિત્રો- શુભ સવાર


હાટકેશ્વર સ્તોત્રનું જ્ઞાન અને ગાન એ દરેક નાગર ગૃહસ્થના ઘરનો મૂળ સંસ્કાર છે, જે તેને "નાગર" એટલે કે "ગર રહિત" બનાવે છે


હે‌ મહાદેવ.

        આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ.  આમ તો આપણો દેશ અનેક ગામડાઓથી બનેલો અને ખેતી પ્રધાન દેશ છે. પરંતુ રાજાશાહી ના સમયમા જે તે રાજાની રાજધાનીઓનો  ગામડા કરતાં ઘણો વિકાસ જોવા મળતો, અને એવાં કેટલાંય રાજા કે બાદશાહ એ પોતાની રાજધાનીમાં કલાત્મક રાજમહેલ, બાગ બગીચા, તેમજ સરોવર અને મંદિરોની રચના કરી હતી, અને આવાં આધુનિક શહેરોને પહેલા નગર કહેવામાં આવતું, આ નગરોની રહેણી કરણી પ્રમાણે કે તેની રચના પરથી કે રાજાનાં નામ પરથી જ નગરનાં નામ અંકિત થતા. ટૂંકમાં કહીએ તો જ્યાં પ્રમાણમાં શિક્ષિત પ્રજાનો વાસ હોય તેને નગર કહેવામાં આવતું. અને આજે આ બધાં નગરો અતિ શિક્ષિત હોવાને કારણે ત્રસ્ત થઈ ગયા છે.વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ જ વિકાસ થયો છે, અને સિમેન્ટ કોંક્રિટના જંગલો હોય એવી દશા થઈ ગઈ છે. વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે,અને પ્રકૃતિમાં જ્યાં જુવો ત્યાં પંચ મહાભૂતમાં પ્રદુષણનું દુષણ પ્રવેશ્યું છે. માનવીના જીવન પણ યાંત્રિક થતા જાય છે, સમયની સમસ્યા લગભગ સૌને નડે છે. ત્યારે કોઈ ને કોઈ સમસ્યા રૂપી કાળે બધાને જકડી તમાચો માર્યો છે. આંધળું અનુકરણ કરી, જીવનારા દરેક લોકો આજે પોતાની જાત ને માત્ર એક પ્રશ્નાર્થ કરે!, કે શું હું આજે જીવી રહ્યો છું! તે સાચું છે? આ વિકાસ એ હવે ગામડાને પણ ગામડા રહેવા દીધા નથી. છતાં એકંદરે થોડુંક સારું વાતાવરણ ત્યાં મળી રહે છે. સૌ કોઈ આજે જ્યારે આ કોરોના રૂપી કાળથી પીડિત છે, અને ભોળા શંકરને શરણે આવ્યા છીએ, ત્યારે આ ભોળાનાથનું એક સ્વરૂપ હાટકેશ્વર પણ રહી ચુક્યું છે, તો આજે આપણે હાટકેશ્વર સ્તોત્ર નું ગાન કરીને શંકરને પ્રસન્ન કરવાની કોશિશ કરીએ. હાટકેશ્વર સ્તોત્રના પણ રુદ્રાષ્ટકની જેમ આઠ બંધ છે, અને તે પણ માનસિક પુંજામાં સમાવવામાં આવ્યું છે.એકદમ સાક્ષર સંસ્કૃતમાં ઉદભવેલુ આ સ્તોત્ર એ લગભગ દરેક નાગર ગૃહસ્થ ના ઘરના ને કંઠસ્થ હોય છે. 


  **હાટકેશ્વર સ્તોત્ર.**


.  श्री हाटकेश्वराष्टकम् जटातटांतरोल्लसत्सुरापगोर्मिभास्वरं ललाटनेत्रमिन्दुना विराजमानशेखरम्।  लसद्विभूतिभूषितं फणीन्द्रहारमीश्वरम् नमामि नाटकेश्वरं भजामि हाटकेश्वरम्।।1


***ઢળતી જટાની અંદર દેવોની નદી ગંગાનાં નાચતાં મોજાંથી . જે પ્રકાશિત છે , જેના કપાળમાં આંખ છે , જેની જટા ચંદ્ર વડે શોભે છે , જે ચળકતી રાખથી શણગારાયેલ છે , જેણે ઉત્તમ નાગનો હાર પહેર્યા છે , એવા ઈશ્વરને નાટકે સ્વર - નૃત્યના સ્વામીને હું નમું છું અને સોનાના સ્વામી હાટકેશ્વરને - શંકર , ભગવાનને હું ભજું છું . 


पुरान्धकादिदाहकं मनोभवप्रदाहक महाघराशिनाशकमभीप्सितार्थदायकम् । जगत त्रयैककारकं विभारकं विदारक नमामि नाटकेश्वरं भजामि हाटकेश्वरम्।।२ ।।


***અગાઉ અલ્પક વગેરેને બાળનારને , કામદેવને તુરત જ બાળી નાખનારને , મોટાં પાપોના ઢગલાનો નાશ કરનારને , ઇચ્છેલી વસ્તુ આપનારને , ત્રણે જગતને એક કરનારને , બોજો લઇ લેનારને , બોજો વિદારનાર એવા નાટકેશ્વર - નૃત્યના સ્વામીને હું નમું છું અને હાટકેશ્વર – સોનાના સ્વામી શંકરને હું ભજું છું.


मदीयवक्त्रपंकजे शिवेति चाक्षरयम् । मदीयमानसस्थले सदास्तु ते पदवयं पदीयलोचानाग्रतः सदार्धचन्द्रविग्रह नमामि नाटकेश्वरं भजामि हाटकेश्वरम्।।३ ।।


***મારા મનમાં તારા બને ચરણા , રહે ( ખારા પ્રાધ્યા ઉખર તારી બંને ચરણો રહ ) , મારા મોઢારૂપી કમળમાં ફ્રાવ પોલા બે અક્ષરો હમેશા રહે અને મારી અખા સામે હમેશા અર્થ નો ફેલાવો રહે , ( અમ પ્રાર્થના કરું છું ) , નાટકર નૃત્યના સ્વામીને હું નમન કરું છું અને હાટકેશ્વર એટલે કે - સોનાના  સ્વામી શંકર ને હું ભજુ છું.


  " હાટક " શબ્દનો સીધો સાદો અર્થ કરીએ તો તેજોમય સુવર્ણ એવો અર્થ થાય. હાટકેશ્વરની સ્થાપના ચિત્રગુપ્ત નામના એક નાગર ગૃહસ્થ એ વડનગરમાં કરી હતી, અને તે દિવસ ચૈત્ર સુદ ચૌદસ નો હતો એટલે એ દિવસને હાટકેશ્વર જયંતી તરીકે મનાવવામાં આવે છે અને દરેક નગરોમાં તે દિવસે હાટકેશ્વર નો પાટોત્સવ ઉજવાય છે. એ દિવસથી નાગરોના ઈષ્ટદેવ તરીકે હાટકેશ્વર પૂજાય છે.વડનગરનું હાટકેશ્વર મંદિર ઐતિહાસિક રીતે પણ બહુ જ પ્રસિદ્ધ છે તે આશરે બે હજાર વર્ષ પહેલાનું છે,અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પણ વડનગરના હોવાથી, તેમણે ચૈત્ર સુદ ચૌદસે વિદેશ હોવાથી વિશ્વ ફલક પરથી "જય હાટકેશ" એવો હાટકેશ્વર જયંતીને દિવસે ઉદ્ઘોષ કરેલો ત્યારે સૌ નાગરો ખૂબ જ પ્રસન્ન થયા હતા. સ્કંદપુરાણમાં હાટકેશ્વરની સ્થાપ્ના અને તેનો ઇતિહાસ સ્પષ્ટરૂપે વર્ણવ્યો છે. દક્ષ યજ્ઞમાં જ્યારે સતી યજ્ઞાગ્નિથી પ્રજ્વલિત થઈ જાય છે,ત્યારે સતીનો એ દેહ લઈને શિવ આખા જગતમાં ક્રોધાયમાન થઈને ફરે છે, ને જગત આખામાં હાહાકાર મચી જાય છે. તેના આ રૌદ્ર સ્વરૂપ જોઈ અને દેવતા પણ ચિંતિત થઈ જાય છે. સતીના આ દેહ સાથે તે પૂર્વ ના એ વિસ્તારમાં આવે છે જે અત્યારનું આપણું દ્વારકા છે, એ આસપાસનાં વિસ્તારમાં આવે છે, અને ત્યાં આગળ ઋષિ મુનિઓના આશ્રમો હોય છે.શંકરનું દિગંબર ને દિવ્ય રૂપ જોઈ અને ઋષિપત્ની એ કલ્યાણકારી રૂપ સ્વરૂપ ને પૂજે છે, પરંતુ ઋષિઓના મનમાં ગલતફહેમી આવે છે, અને તે શિવને શ્રાપ આપે છે, અને તે સતી ને લઈને પાતાળ ચાલ્યા જાય છે. દેવતાઓ બ્રહ્મા પાસે જાય છે અને બ્રહ્મા શંકરના તે લિંગ સ્વરૂપનું સુવર્ણનું લિંગ બનાવી પાતાળમાં તેની સ્થાપના કરે છે, ત્યારથી તે હાટક એટલે કે તે તેજો મય સુવર્ણ લિંગ ધરાવતા હાટકેશ્વર બન્યા! અને આ હાટકેશ્વર ને ધરા પર લાવવા માટે ચિત્રગુપ્ત નામના નાગરે ખૂબ જ તપસ્યા કરી, ત્યારે સાક્ષાત ભગવાન શંકરે તેને કહ્યું કે તે સુવર્ણ લિંગ બનાવી અને તેની સ્થાપના કરશે, તો તે તેમાં સાક્ષાત્ વાસ કરશે.આમ પાતાળથી એ શંભુ જ સ્વયંભૂ હાટકેશ્વર પૃથ્વી પર આવ્યા, અને પછી તો નાગરો જ્યાં જ્યાં ગયા ત્યાં તેમણે પોતાના ઇષ્ટદેવની સ્થાપના કરી. આ હાટકેશ્વર સ્તોત્રનું જ્ઞાન અને ગાન એ દરેક નાગર ગૃહસ્થના ઘરનો સંસ્કાર છે. જન્મથી જ અમુક સંસ્કાર નાગરોને હોય છે, એમાંનો એક સંસ્કાર કે શુદ્ધ જ્ઞાન વાળી ભક્તિ. હાટકેશ્વર દાદા અને મા જગતજનની મા અંબાના અન્ય સ્વરૂપોને આરાધતા નાગરોની પરંપરાના તો શાસ્ત્રો લખી શકાય. સમાજમાં વૈચારિક ક્રાંતિ ફેલાવામાં નાગરોનો ઘણો જ ફાળો રહ્યો છે. શિક્ષણની એક નવું નામ નવી દિશા અને સ્ત્રી શિક્ષણના હંમેશાં હિમાયતી એવા નાગરોના હાટકેશ્વર સ્તોત્ર અને નાગર વિશે આગળ વધુ જાણીશું. નગર નાગર અને નાગરીય પરંપરા એ બધું જ આ હાટકેશ્વરની દેન છે, તો એવા અમારા ઈષ્ટદેવ હાટકેશ્વર દાદાના ચરણોમાં કોટી કોટી વંદન.


        શ્રાવણી ભક્તિધારામાં પુરાણો માથી જ્યારે આવાં સ્તોત્રના અર્થો અને તેનું મહત્વ ગવાઈ રહ્યું છે, ત્યારે સંસારનો દરેકે દરેક જીવ શુદ્ધ અને સાત્વિક ભક્તિને પામે, તેવી એક અનન્ય પ્રાર્થના મહાદેવને ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપુ છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.


     લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)


બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.