તજું કેમ તારી - દિલીપ ધોળકિયા,"શ્યામ" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 6 ઑગસ્ટ, 2023

તજું કેમ તારી - દિલીપ ધોળકિયા,"શ્યામ"

લેખકનું નામ : દિલીપ ધોળકિયા,"શ્યામ"

રચનાનું નામ : તજું કેમ તારી...




તજું કેમ તારી મિલન આશ વ્હાલાં.

હજુ જીવવું છે રહી પાસ વ્હાલાં.


રહ્યો છું સલામત નજરમાં વસીને,

ભલે ના રહ્યો હું બની ખાસ વ્હાલાં.


નથી વૈદ્ય પણ હાથ મારો પકડતાં,

દરદનો મલમ તું બને કાશ વ્હાલાં.


થયું પાન પીળું બટકશે અચાનક,

અટકતાં વહે છે હવે શ્વાસ વ્હાલાં.


અધૂરપ અડિંગો જમાવી છળે છે,

નથી એમ સસ્તી કબર હાશ વ્હાલાં.


દિવસ રાત સરખાં હવે લાગવાનાં,

સમય સાથ ફરતાં રહે ભાસ વ્હાલાં.


~દિલીપ ધોળકિયા,"શ્યામ"

  જૂનાગઢ.


આથી હું દિલીપ ધોળકિયા, "શ્યામ" બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત રચના છે..

અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...