Pages

શુક્રવાર, 11 ઑગસ્ટ, 2023

તમે યાદ આવ્યાં - ઘનશ્યામ વ્યાસ "શ્યામ"

રચનાનું નામ- તમે યાદ આવ્યાં

લેખકનું નામ:- ઘનશ્યામ વ્યાસ "શ્યામ"



સાડી લીલી જોઈને 

તમે યાદ આવ્યાં,

તમે યાદ આવ્યા.


જાણે લગ્નની પહેલી

ખરીદી મારા શ્યામ,

એક તરુણી મળી ને

તમે યાદ આવ્યાં,

તમે યાદ આવ્યાં.


ક્યાંક ચોરીમાં બેઠો 

ને તમે યાદ આવ્યાં,

જાણે પાનેતર પહેરી

સન્મુખ થયા શ્યામ,

કોઈ ફેરા ફર્યું ને 

તમે યાદ આવ્યાં

તમે યાદ આવ્યાં.


કોઈ બારણે ગયું

 ને તમે યાદ આવ્યાં

જાણે ઓચિંતી થઈ ગઈ વિદાઈ મારા શ્યામ,

એક ડૂસકું ભર્યું ને

તમે યાદ આવ્યાં,

તમે યાદ આવ્યાં,

તમે યાદ આવ્યાં.


બાંહેધરી :- આથી હું, 'ઘનશ્યામ વ્યાસ '"શ્યામ" ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.