રચનાનું નામ: વયસ્ક વયની વ્યથા એક વિચાર
લેખકનું નામ: ઘનશ્યામ વ્યાસ "શ્યામ"
વયસ્ક વયમાં કોઈ વ્યથા હોતી નથી પણ
આપણો સમાજ
આપણને વયસ્ક કહીને વ્યથા તરફ ધકેલી દે છે.
જ્યારે આપણે વયસ્ક
થઈએ ત્યારે આપણી
પાસે કેટકેટલી જાતના અનુભવો હોય છે, પણ
આપણે પોતે જ એ
અનુભવોનો રોજબરોજની જિંદગીમાં
ઉપયોગ કરતા નથી અને કરવા માગીએ તો
આપણો સમાજ એમ કરવા દેતો નથી.
આપણી રોજનીશીમાં સવારે ચાલવા જવાનું
રાખીએ છીયે
પણ જેવા નિવૃત્ત થઈ જઈએ ત્યારે આખી
જિંદગીનો થાક
જાણે આપણને જ લાગ્યો હોય એમ આપણે સવારના
ચાલવાનું અને મિત્રો
સાથે મળીને બે ઘૂંટ ચાહ પીવાનું
કે નાસ્તો કરવાનું જતું કરીયે છીએ.
આપણા ઘરવાળા જ
આપણને ના પાડશે
અને આપણને પાણીમાં બેસાડી દે છેે.
ત્યારે વયસ્ક લોકોની
તાકાત નથી કે એમની
આજ્ઞાનું ઉલ્લંઘન કરે.
બસઆજ વ્યસ્કની વ્યથા છે.
ભગવાનનું નામ મોટેથી
લેશો તો આપણા પૌત્રો જ આપણને લેવા નહી દે કેમકે એમનું
ભણવાનું બગડે છે, તો પણ આ વયસ્ક વડીલો
પૌત્રોના ભણવાના સમયે જ મોટેથી માતાજીની આરતી
ઉતારશે.
બસ આજ વયસ્ક ની વ્યથા.
ઘરમાં કોઈનો જન્મદિવસ
હશે તો વડીલ મોઢું ચઢાવી ને આડા ચાલશે કેમકે એમને પીઝા,
પાસ્તા કે નુડલ્સ ખાવામાં કોઈ રસ નથી.
અરે મારા વડીલ !
એક દિવસ ઘરવાળાની
ખુશી માટે ખાઈ લીધું હોય તો તમારો કયો ગરાસ લૂંટાઈ જવાનો છે ?
બસ આજ વયસ્કની વ્યથા.
વર્ષના છેલ્લે દિવસે
ઘરમાં પાર્ટી રાખી હોય અને ઘરવાળા ડિસ્કો કરતા હોય તો યે
વયસ્કોને એ ગમશે નહી. અરે તમે પણ
એકાદ ઠુમકો એમની સાથે લગાવી તો જુઓ.
દીકરાઓ કેટલા ખુશ
થઈ જશે.
પણ ના
બસ આ જ વયસ્કની વ્યથા.
રોજ રાત્રે દીકરાઓ સાથે, પૌત્રો સાથે બે
ઘડી બેસો, ગપ્પા ગોષ્ઠિ
કરો, કેરમ રમો,પત્તા રમો, પણ નહી
પંચાત કોણ કરશે ?
બસ આ જ વયસ્કની વ્યથા.
બાંહેધરી :- આથી હું, 'ઘનશ્યામ વ્યાસ '"શ્યામ" ખાતરી આપુ છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.