Pages

રવિવાર, 20 ઑગસ્ટ, 2023

વીરતા - દેવીબેન વ્યાસ


રચનાનું નામ - વીરતા

લેખકનું નામ- દેવીબેન વ્યાસ-વસુધા

➖➖➖➖➖➖➖➖➖➖


વીરતાના વારસાને જાળવી જાજે યુવાન.

કાયરોનો વેશ ભૂંડો ખેરવી જાજે યુવાન.


તું જ સક્ષમ છે, જરાં તો ખોલ તારી હામને,

જાતનો રૂઆબ રૂડો, દાખવી જાજે યુવાન.


વામણો તું કેમ માને જાતને જીગર છતાં,

શ્રેષ્ઠ થઇને વાર ઉંચો, પોરવી જાજે યુવાન.


કર્મકર થા,ઈશ આપે સહાય બમણી પીઠને,

ભાવ સાથે ભાવ મીઠો, મેળવી જાજે યુવાન.


થનગને ધરતી, કદમ તારા પડે ત્યાં ઓ યુવાન,

એટલો થઇ વીર યોદ્ધો, નાચતો જાજે યુવાન.


વીરતાના દાખલાં સંસારમાં બેસાડ તું,

સાજ ને શણગાર નોખો, પૂરતો જાજે યુવાન.


રક્ત તારું હો ઉકળતું, ન્યાયના પક્ષે સદા,

ખાનદાની એક ચીલો, પાડતો જાજે યુવાન.


દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર



લેખકનું નામ:- દેવીબેન વ્યાસ-વસુધા


બાંહેધરી :- આથી હું, 'દેવીબેન વ્યાસ' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.