Pages

શનિવાર, 5 ઑગસ્ટ, 2023

યાદો નીકળી- તુષાર પંડ્યા

 શિર્ષક-યાદો નીકળી!

----------------------



એક ઉંમરના પડાવ પછી ખીસ્સા ખંખોળયા,

વીતેલા ખુબસુરત સમયની યાદો નીકળી! 


થોડા દુઃખ,થોડી જવાબદારીના ભાર તળે દબાયેલી,

હૃદયમાં સંઘરેલી ખુશીની યાદો નીકળી!


વીતી ગયો વખત કમાવવામાં નામ-દામ,

નાનપણની બેફિકર હાસ્યની યાદો નીકળી!


રંગીન સપનાઓની શોધમાં વીતી ગઈ જીંદગી,

બ્લેક&વાઈટ તસ્વીરોમાં સુકૂન ભરેલી યાદો નીકળી!


મેળવવાની લાયમાં ઘણું ગુમાવી ચુક્યો 'તુષાર',

એકલતામાં પરિવાર,મિત્રો સાથે જીવેલી યાદો નીકળી!

-તુષાર પંડયા✍️ (ભાવનગર)


બાંહેધરી :- આથી હું ’તુષાર પંડયા' ખાતરી આપુ છું કે આ રચના મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.