અમરત્વ - શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

બુધવાર, 6 સપ્ટેમ્બર, 2023

અમરત્વ - શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા

રચનાનું નામ: અમરત્વ

લેખક: શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા


જન્મ મૃત્યુ જરા વ્યાધિ, 

નિયતિ એ કુદરતની..

આત્મા તો અમર છે મનવા!

કાર્ય એવા કરીએ,

પ્રાપ્ત થાય અમરત્વ..


જન્મ એનું મૃત્યુ નિશ્ચિત, 

નામ એનો નાશ મનવા..

છે નિયતિ એ કુદરતની!

કાર્ય એવા કરીએ,

પ્રાપ્ત થાય અમરત્વ..


સૃષ્ટિના આ રંગમંચે,

કિરદાર આપણું નિભાવીએ..

કર્મ મુજબ હરિ ફળ આપે,

વાત નિશ્ચિત જાણીએ..

કાર્ય એવા કરીએ મનવા!

પ્રાપ્ત થાય અમરત્વ..


સુખ- દુ:ખ, આનંદ-શોક,

જીવનમાં આવે વારાફરતી..

ક્રોધ અહં નફરતને ત્યજીને

દીન દુ:ખિયાંને જરુરતમંદની,

સેવા કરીએ અંતર્મનથી..

સાક્ષીભાવે ભક્તિ કરીએ,

માનવતાની મહેક પ્રસરાવીએ..

એજ તો છે અમરત્વ..


શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી,

'મૌની' વડોદરા


ઉપરોક્ત રચના મારી સ્વરચિત અને અપ્રકાશિત છે. 


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...