રચનાનું નામ:- અવતરણ (હાઈકુ)
લેખકનું નામ:- ઘનશ્યામ વ્યાસ "શ્યામ"
એકબીજાથી
અજાણ્યા કેવા મળ્યા
જોઈ કુંડળી.
સારામાં સારા
ગુણાંક બંનેના જો
ને કેવા મળ્યા !
બહાર ગયા
પડી સમજણ ને
કર્યું વહાલ.
સગાઈ કરી
સાત ફેરા ફરીને
વસાવ્યું ઘર.
એક વર્ષમાં
સંતાનનું થયું ત્યાં
અવતરણ.
દીકરી આવી
શોધી નામ ખુશીથી
પાડ્યું હાઈકુ.
બાંહેધરી:- આથી હું ઘનશ્યામ વ્યાસ ખાતરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.