Pages

સોમવાર, 25 સપ્ટેમ્બર, 2023

જન્મદિન - ઘનશ્યામ વ્યાસ "શ્યામ"

રચનાનું નામ: જન્મદિન

લેખકનું નામ: ઘનશ્યામ વ્યાસ "શ્યામ"


વર્ષગાંઠ ઉજવવા

અગરબત્તી પેટવો, 

મીણબત્તી બુઝવવાની

છે શેની જરૂર ?


ગોળપાપડી બનાવી

મિત્રો ને આપો,

કેક કાપવાની

છે શી જરૂર ?


મંદિરે જઈ ને

મનડું પરોવો,

મદિરાલય જવાની

છે જરૂર ?


કુટુંબ સાથે ઘરે

મિજબાની કરો,

ફાઈવ સ્ટાર જવાની

શું જરૂર ?


જિંદગીનું એક વર્ષ

ઓછું કે વધારે,

ચિંતા કરવા ની

કોઈ જરૂર ?


જીવન આપ્યું

જિંદગી આપી,

કુટુંબ આપ્યું

મિત્રો આપ્યા,

વધારે તમને

કોની છે જરૂર ?


આ તો શ્યામનો

છે જન્મદિવસ

એટલે ઉજવણી ની

 આ રીત છે જરૂર.


બાંહેધરી:- આથી હું ઘનશ્યામ વ્યાસ ખાતરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.