રચનાનું નામ: વરસાદમાં કોરું કટ
લેખકનું નામ: મીનાક્ષી ત્રિવેદી 'મૌની'
વરસાદમાં કોરું કટ..
જ્યાં લગી નજરું જાતી મારી,
દેખાય પાણી અનરાધાર,
બારે ખાંગે વરસે મુશળધાર,
તોયે વરસાદમાં કોરું કટ તનમન..
બારીમાં બેઠી દૂર થી જોતી,
વરસે સાંબેલાધાર એકધારો..
વાલમ મારો અટવાયો,
મન મારું વિહ્વળ..
કોને કહું ! પૂછું કોને?
વાતચીતના ઉપકરણો બંધ..
વરસે એ મુશળધાર તોયે
ઘરમાં નથી પાણી પીવાને..
વાલમની ચિંતામાં આંખ્યું,
એકધારાં વરસાવે આંસુ..
આ મેઘાએ શું ધાર્યું!
ખબર નથી અહીં કોઈ ને..
કંઈક તો પ્રભુ કરો ચમત્કાર,
ખમૈયા કરો ધરતી પર..
વરસાદમાં કોરું કટ તનમન
વાલમ આવે તો બને મોહક...
✍🏼શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી,
'મૌની' વડોદરા
બાંહેધરી: આથી હું મીનાક્ષી ત્રિવેદી ખાતરી આપુ છું કે ઉપરોક્ત કવિતા મારું મૌલિક સર્જન છે, જોકે કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.