Pages

શનિવાર, 16 સપ્ટેમ્બર, 2023

ફાવી ગયો - ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી"

કવિતાનું નામ - ફાવી ગયો

કવિનું નામ - ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી"



ઓળખી ભદ્રેશતા,ફાવી ગયો, 

મેળવી મારી મતા,ફાવી ગયો. 


મારી મેતે મેળવી મારી સમજ, 

હું મને સમજાવતા,ફાવી ગયો. 


મારામાંને જોયો મેં હર કોઇમાં, 

ના રહી ખટરાગતા,ફાવી ગયો. 


રાતના અંધારને પણ ઓળખ્યો, 

ને સવારે જાગતા,ફાવી ગયો. 


કોઈનું બોદાપણું જોયું નહીં, 

જાતને રણકાવતા,ફાવી ગયો. 


જે મળ્યું મનથી સ્વીકાર્યું,ભોગવ્યું, 

ના કશું પણ માગતા,ફાવી ગયો.


એકલો નહોતો સફરમાં એટલે, 

હાથ પકડી ચાલતા,ફાવી ગયો. 


મેં ટકોરા દીધા મારે દ્વાર જઇ, 

હું જ સામે આવતા ,ફાવી ગયો. 


ભદ્રેશવ્યાસ"વ્યાસ વાણી"


આથી હું ભદ્રેશ વ્યાસ "વ્યાસ વાણી" બાહેધરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે અને એ જો કોઇની નકલ પૂરવાર થશે તો કાનુની પગલા ભરવાનો તમારો અધિકાર છે. 

અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો


    


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.