Pages

બુધવાર, 20 સપ્ટેમ્બર, 2023

રાગ - દેવીબેન વ્યાસ વસુધા

રચનાનું નામ - રાગ

લેખકનું નામ- દેવીબેન વ્યાસ વસુધા



માન તો આ જિંદગી સર્વાંગ સુંદર રાગ છે.

પ્રેમના ફૂલો ખિલેલો એ ખરેખર બાગ છે.


શું નડે એને ગણે જે જિંદગી તો મોજ છે,

સૃષ્ટિ ને આ સૃષ્ટિ નિયંતા તણો અનુરાગ છે.


શ્વાસની સોગાત આપી ઈશ્વરે કેવી ખરે,

પ્રેમ સરવાળે મળે, જ્યાં અનોખો ત્યાગ છે.


દ્વારિકાનો નાથ આપે જ્યાં સકલ હુંડી તણું,

ત્યાં જ તો નરસિંહ તણો લાગે મજાનો ભાગ છે.


કર્મનું દર્પણ ધરે છે ભાગ્ય કાયમ હાથમાં,

માન તો આવે મજા, ના માન તો એ આગ છે.


મીઠડી કોયલ મજાનો રાગ છેડે છે અહીં,

માન્યતા બદલી શકે તો બેવડાં વિભાગ છે.


ચાલ તો રસ્તો મળે આગળ જવાનો પણ અહીં,

હામને હૈયે ભરીને ચાલ ત્યાં ચિરાગ છે.


દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર

લેખકનું નામ:- દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર


બાંહેધરી :- આથી હું, 'દેવીબેન વ્યાસ-વસુધા' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.