શ્યામ સમીપે - ભાવના આચાર્ય દેસાઈ 'ભાવુ' - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શનિવાર, 23 સપ્ટેમ્બર, 2023

શ્યામ સમીપે - ભાવના આચાર્ય દેસાઈ 'ભાવુ'

શીર્ષક - શ્યામ સમીપે

ભાવના આચાર્ય દેસાઈ 'ભાવુ'

હાઈકુ

-------


૧) શ્યામ સમીપે,

     લાગણીએ તણાઈ,

    રૂપાળી રાધા.


૨) આંખ બંધ તો,

     શ્યામ દેખાય બધે,

     અંતરમને.


૩) રાધાની સંગે,

     રાસ રમંતા શ્યામ,

    કેમ ભુલાય ?


૪) વ્રજ મંડળ,

    મધ્યમાં કૃષ્ણચંદ્ર,

   કેવાં સોહાય !


૫) શ્યામ સંગાથે,

     ઘેલી બની ગોપીઓ,

    ભાનભૂલંતી.


૬) મુગ્ધ હ્દયમાં ,

   બિરાજતાં કહાન,

  આનંદ અર્પે.


 ૭) રાધારમણ ,

     નિહાળીઆ તમને,

     વારી જવાય.

  

  


✍️ ભાવના આચાર્ય દેસાઈ          

                ' ભાવુ'

બાંહેધરી: ઉપરોક્ત મારી મૌલિક રચના છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...