એક વાત - ઘનશ્યામ વ્યાસ "શ્યામ" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

સોમવાર, 25 સપ્ટેમ્બર, 2023

એક વાત - ઘનશ્યામ વ્યાસ "શ્યામ"

રચના:- એક વાત

લેખકનું નામ:- ઘનશ્યામ વ્યાસ "શ્યામ"


આંખોએ છુપાવેલી 

કહેવી છે વાત,

ભલે હિંડોળે ઝુલુ હું

માઝમ રાત.


ફૂલો સાથે પતંગિયાનો

જોયો મેં પ્રેમ,

 ભમરાને કેમ આવ્યો

એમાં વહેમ ?


આ મનગમતું સગપણ

ને અનોખી વાત,

તમે પણ જોઈને રાખજો

છાની આ વાત.


વ્હાલાની મોરલીના

સંભળાય રાધાને સૂર,

તો યે ગાયો ભાંભરતી આવે 

ભલે ને હોય દૂર.


આ કાન અને સૂરની

કેવી અનોખી વાત,

 મારા હૈયાને તો આ

 ગોઠી ગઈ વાત.


ભલે હિંડોળે ઝુલુ હું

આખી રાત,

આજ મનગમતી મારે 

કહેવીતી વાત.


 

બાંહેધરી:- આથી હું ઘનશ્યામ વ્યાસ ખાતરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...