દીકરી- વંદના દવે - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

સોમવાર, 25 સપ્ટેમ્બર, 2023

દીકરી- વંદના દવે

રચનાનું નામ :-"દીકરી

કવિયેત્રી નું નામ:- વંદના દવે

શીર્ષક:- " દીકરી "


"દીકરી"

પ્રભુનું સુંદર સર્જન,

બેટીનું  કરાવી દર્શન.

તનયા પ્રકાશ પાથરે ચોમેર,

શ્વાસ માત પિતાનો વિશ્વાસ.

દીકરી છે ઘરનું ફળિયુ સુંદર,

સુંદર ફળી થી ઘર રળિયામણું.

દીકરી થી તહેવારની ઓળખ,

પોષી પૂનમ ગૌરી વ્રત કે નવરાત.

સજે કેવા કેવા સાજ શણગાર.

દિવાળી એ કરે રંગોળી આંગણ સજાવી,

અજવાળું કરે ખૂણે ખૂણે દીપ પ્રગટાવી.

પિતાનો ધબકાર માતાનો અણસાર,

નજર કરતા સમય ગયો ખાસ્સો વીતી.

ઉડણચરકલડી થઈ ગઈ ઘણી મોટી,

બાળપણ ભોળપણ ગયું બની સમજદાર,

શણગટમાં મોં છુપાવી આવી મંડપમાં.

કરતા કન્યાદાન દેખે સજલ નયને,

ઉછળતી કૂદતી જે આજે ધ્રુજે ડગલે.

રમતી જે ફળીમાં એ પગલાંની છાપ હજુ,

લઈ જશે હમણાં ડગલા પાડેલ

 ફળીયું!!!!


      વંદના દવે જુનાગઢ.✍️


બાંહેધરી:-હું વંદના દવે ખાતરી આપું છું કે આ મારી મૌલિક રચના છે જો એ કોપીની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને 

અધિકાર છે.

તા.:- ૨૪/૯/૨૦૨૩ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...