Pages

મંગળવાર, 19 સપ્ટેમ્બર, 2023

દીકરી

રચનાનું નામ: દીકરી

લેખકનું નામ:શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની'


દીકરી


સારા જગતનું હીર દીકરી,

નંદિની કહો કે શૈલજા!

આત્મજા કહો કે ભૂમિજા!

સંબંધોના સ્વરુપ દીકરી..


બહેન,માતા,પત્ની પુત્રી,

સાસુ હોય કે મિત્ર..

સઘળાં સ્વરુપે નિખરે દીકરી,

સંબંધોને જીવાડે દીકરી..


દીકરી શબ્દ બોલતાં!

ઉભરાઈ જાય હૈયું..

ત્યાગ ભાવ અને લાગણીની,

વહેતી નદી દીકરી..


સ્નેહ અને વાત્સલ્યનું ઝરણું,

ઘર આંગણની દીવડી દીકરી..

બંને કૂળને તારનારી,

આનંદનો દરિયો દીકરી..


✍🏼શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી,

'મૌની' વડોદરા

બાંહેધરી: ઉપરોક્ત રચના મારી સ્વરચિત અને અપ્રકાશિત છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.