એક સાંજ - શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 17 સપ્ટેમ્બર, 2023

એક સાંજ - શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા

રચનાનું નામ: એક સાંજ

લેખકનું નામ: શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા


એક સાંજ


કેટલી રળિયામણી,

કેટલી સોહામણી!

એક સાંજ જીવનની,

કદીય ના વિસરાઈ..


પ્રતિક્ષા કેટલી મીઠી,

તીતીક્ષા કેટલી ગહન!

એક સાંજ જીવનની,

સ્મરણ એનું હૈયામાં..


મળ્યાતા જ્યારે આપણે!

પ્રણય ગીત ગાયાં આપણે..

એ સાંજે કોલ દીધા આપણે,

જીવશું મરશું સાથે સાથે.. 

તો પણ,

હરિ શરણે તું ચાલ્યો એકલો!

અંચઈ કરી તેં મારી સાથે..

ભૂલી ગયો તું વચન બધાંયે..

સમય જાણે થંભી ગયો!

વેરણ લાગે છે સાંજ હવે..


✍🏼શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી, 

'મૌની' વડોદરા


બાંહેધરી: ઉપરોક્ત રચના મારી સ્વરચિત અને અપ્રકાશિત છે. 


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...