Pages

ગુરુવાર, 7 સપ્ટેમ્બર, 2023

કૃષ્ણ લીલા - અંજના શ્રીમાળી અંજીતા

શીર્ષક: કૃષ્ણ લીલા


"કૃષ્ણ" એટલે" સર્વસ્વ "આપણે સૌને કૃષ્ણ વિવિધ સ્વરૂપે જોવા મળે છે. આપણે જોયું કે, કૃષ્ણ ભાઈ, દાસ, સખા વિવિધ સ્વરૂપે આપણે કૃષ્ણને જોયા છે. આપણે જ્યારે વિચારીએ છીએ, કે, દુઃખ વધુ આપણા જ નસીબમાં છે. પણ ,ના કૃષ્ણના જીવન ચરિત્ર પર એક નજર નાખી જુઓ, ત્યારે ખબર પડશે કે ,કૃષ્ણના જીવનમાં પણ ઉદ્દેગો જ હતા . "દરેક સંબંધને ન્યાય આપવો" એ કોઈ કૃષ્ણ પાસેથી શીખે..ખરેખર મિત્રતાની વ્યાખ્યા જ કૃષ્ણ અને સુદામા છે. આ ઘોર કળિયુગમાં તમને ક્યારેય કૃષ્ણ સુદામા જેવા મિત્ર મળે ?" આજનો યુગ એટલે મતલબનો યુગ "પોતે દ્વારકાધીશ હોવા છતાં એક ગરીબ મિત્રને સામેથી દોડીને ગળે લગાવે છે . એનાથી મોટો સખ્ય ભાવ શું હોઈ શકે l જ્યારે તેમની   મોરલી ના સુરે આખું વૃંદાવન ડોલતું હોય, એનાથી વધારે બીજું શું હોઈ શકે! કૃષ્ણમય થઈને ગોપીઓ જ્યારે કૃષ્ણની  વાંસળીમાં લીન થઈ જતી હતી . માતા જશોદા ને ગોપીઓ કેટ કેટલી ફરિયાદ કરતી, છતાંય જશોદા માતા અને ગોપીઓનો લાડકવાયો હંમેશા કૃષ્ણ જ રહ્યો. કૃષ્ણના જીવનમાંથી ઘણું શીખવા મળે છે એમ જોઈએ તો આપણા જીવનમાં આવેલા નાના-મોટા સંકટો, સમસ્યાઓ જ્યારે આવે છે ત્યારે, આપણે કૃષ્ણને યાદ કરવા જોઈએ. કેમ કે ,એમના જીવનમાં પણ કેટલી સમસ્યાઓ હોવા છતાં, પોતાની આગવી છટા અને વિચારસરણી થી પોતાનું જીવન રથ  ને આગળ ધપાવ્યો. જ્યારે કોઈએ પણ તેમની મદદ માગી ત્યારે ,તેમને સાચું માર્ગદર્શન આપી તેમના સહયોગી બન્યા.

મિત્રતામાં તેઓ સારથી પણ બન્યા, અને સેવક પણ બન્યા.તેમને  રાધા ને સ હદય પ્રેમ આપ્યો .રુક્ષ્મણીના  સ્વામી રહ્યા. ગોપીઓને વાંસળીની ધુનમાં ઘેલી કરી અને મીરાંની  પ્રેમભક્તિ  માં સમાયા. આમ કૃષ્ણનું સમસ્ત જીવન બીજાને મદદ કરવામાં, પ્રેમ ભક્તિ માં સમર્પણ અને સખ્ય ભાવ માં પૂર્ણ થયું. તેમનું બાળપણથી લઈ દ્વારકાધીશ સુધીનો સફર એટલે જ કૃષ્ણ.

એમના જીવનનો સાર એ જ છે કે , "તમે તમારું કર્મ કરતા રહો અને ફળની ઈચ્છા ના રાખશો"કર્મથી કોઈ મોટું નથી જેવા કર્મ કરશો એવું જ ફળ મળશે. જય શ્રી કૃષ્ણ


- અંજના શ્રીમાળી અંજીતા અમદાવાદ


હું બાંહેધરી આપું છું કે ,આ લેખ મારો મૌલિક સર્જન છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.