Pages

શુક્રવાર, 8 સપ્ટેમ્બર, 2023

મનની વાત - મીનાક્ષી ત્રિવેદી

રચનાનું નામ: મનની વાત

લેખક:શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની'


આવી તારે દરબાર માવડી,

કરવી એને મનની વાતો..


જીવન જીવવું લાગે કપરૂં,

હૈયુ હળવું કરવું એને..

પણ,બહેરા મૂંગી છે એ,

કેમ કરીને બોલશે!

સિફારિશ એની કરું હું,

પણ,

તું તો છે અંતર્યામી 

બધુંયે તું જાણે.. 


વાનપ્રસ્થ ને આરે આવી એ,

તકલીફોને લઈને ફરે એ,

છતાંયે હસતી હસતી..

મુશ્કેલીઓનો પાર નહીં,

પણ,હિંમત એની જબરી..


રોજ હું જોતી એને,

એના જ ઘરમાં એ મહેમાન..

જન્મ દીધાં જે સંતાનોને,

વેરી બન્યાં છે એના આજે..


એની આંખોના આંસુ,

જોઈ નથી શકાતાં મુજથી..

બળેલી છે એ જન્મથી,

હવે,મૃત્યુ એનું સુધારજે માં..


શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી, 

'મૌની' વડોદરા


ઉપરોક્ત રચના મારી સ્વરચિત અને અપ્રકાશિત છે. 

અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.