મસ્તાની - ઘનશ્યામ વ્યાસ - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

સોમવાર, 4 સપ્ટેમ્બર, 2023

મસ્તાની - ઘનશ્યામ વ્યાસ

રચનાનું નામ:- મસ્તાની

લેખકનું નામ:- ઘનશ્યામ વ્યાસ


આંખો રાખીતી બંધ તોયે

બંધ આંખે  નજર મળી,

જાણે મને આજે નવી

નવેલી એક પ્રેયસી મળી.


જોવામાં લાગી તોફાની

પણ નજર હતી મસ્તાની,

બે ઘડી આંખો પટપટાવી

કરી નાખ્યો પાણી પાણી.


એ હસી અંધકારના પ્રકાશે

ખંજન પણ દેખાડ્યું ગાલે,

હોઠ એકબીજાથી દબાવી

તલ પણ દેખાડ્યું  હોઠે.


 ઓળખાણ હતી ક્યાં તોયે

પાસે આવી કહ્યું અલવિદા,

આંખો ખોલી મે ઝબકીને

જોવા નખશિખ મસ્તાનીને.


ખોલી આંખો એ જ ગુનો?

ના આંખોનો ક્યાં દોષ હતો ?

સ્વપ્ન આવ્યાની મજા હતી

ને તુટ્યા ની પરેશાની હતી.


બાંહેધરી:- આથી હું ઘનશ્યામ વ્યાસ ખાતરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...