રચનાનું નામ: આધુનિક નારી
લેખકનું નામ: શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની'
ચપળ અને ચબરાક નારી,
સમય સાથે ચાલનારી..
બાંધછોડ નહીં કરનારી,
આધુનિક નારી આજની..
દિકરાની જેમ ઉછરતી
કુશાગ્ર બુદ્ધિ એની..
દરેક ક્ષેત્રમાં આગળ વધતી,
આધુનિક નારી આજની..
હિંમત કદી નવ હારનારી
નેતૃત્વ સફળ કરનારી,
શાનથી જીવનારી..
આધુનિક નારી આજની..
માતા..ભગીની..પુત્રી..પત્ની બની,
પરિવાર માં મોખરે રહી
દરેક સંબંધને ન્યાય આપતી..
આધુનિક નારી આજની..
✍🏼શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી,
'મૌની' વડોદરા
બાંહેધરી: આ રચના મારી સ્વરચિત અને અપ્રકાશિત છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.