Pages

રવિવાર, 17 સપ્ટેમ્બર, 2023

પડકાર ઝીલી દેશમાં - દિલીપ ધોળકિયા,"શ્યામ"

લેખક: દિલીપ ધોળકિયા,"શ્યામ"

રચનાનું નામ : પડકાર ઝીલી દેશમાં..

--------------------


પડકાર ઝીલી  દેશમાં હર દિલમાં પૂરી હામ છે.

ભારત ભૂમિ ગુજરાતનાં ભડવીરને પ્રણામ છે.


જે નામથી તો વિશ્વ આખું ગુંજતું જયઘોષથી,

મસ્તક સદા  ઊંચું રહે  એવાં અનોખા કામ છે.


સર્જન કરી  ભારત નવું મૂક્યું જગતના ચોકમાં,

ધરતી પછી  આજે અમારો ચાંદ પર  મુકામ છે.


દિલમાં  ભરી છે  આગ  જેનાં, દેશ કેરાં  પ્રેમની,

સરદાર આ ભારત  તણો નરવીર મોદી નામ છે.


વિકાસ નામે મંત્ર તો જનજન મહીં વ્યાપી ગયો,

જેનાં  થકી  સોનાનો  સૂરજ  ને રૂપેરી  શામ છે.


કરવાં વચન  પૂરું ધર્યો  અવતાર ભારત દેશમાં,

હરખે  અયોધ્યા,એમ જાણે કે  પધાર્યા રામ છે.


જીવો  ઘણું  એવી  સદા  દેતાં  રહે  લોકો દુઆ,

કીધી અમે  આ જિંદગી  આજે નમોને  નામ છે.


~દિલીપ ધોળકિયા,"શ્યામ"

   જૂનાગઢ.


હું આથી બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત રચના છે.. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.