Pages

શુક્રવાર, 22 સપ્ટેમ્બર, 2023

સાથ - દેવીબેન વ્યાસ વસુધા


રચનાનું નામ - સાથ

લેખકનું નામ- દેવીબેન વ્યાસ વસુધા

➖➖➖➖➖➖➖➖➖➖➖


હાથ પકડી સાથ ચાલ્યાં, ચાલશું કાયમ મળી.

ઝંખનાઓ સાથ સેવી, સેવશું કાયમ મળી.


જે વિધાતાને હશે મંજૂર કરશું એટલું,

પ્રેમ પોંખ્યો પ્રેમ સાટે, પોંખશું કાયમ મળી.


એકબીજાનો કર્યો સંગાથ,એ નિભાવશું,

ભાગ્ય સાથે ભાગ્ય જોડ્યું, માણશું કાયમ મળી.


પ્રેમને દેશું મહત્તા, કોઇપણ સ્થિતિ મહીં,

એક રાખી ધ્યેય મંજિલ, પામશું કાયમ મળી.


સુખ મળે કે દુ:ખ મળે, સાથે મળીને વહેંચશું,

સાથ સાથીદાર કેરો, માનશું કાયમ મળી.


છે ભરોસો ને વળી વિશ્વાસ પણ સાથી ઉપર,

એ ભરોસાને સહારે, જીવશું કાયમ મળી.


માફ કરશું ભૂલ, ભૂલી પરસ્પર ભૂલને,

જિંદગી આનંદ સાથે, માંગશું કાયમ મળી.


દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર


લેખકનું નામ:- દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર


બાંહેધરી :- આથી હું, 'દેવીબેન વ્યાસ-વસુધા' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.