Pages

શનિવાર, 30 સપ્ટેમ્બર, 2023

શ્રાદ્ધ - શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની'

રચનાનું નામ: શ્રાદ્ધ 

લેખકનું નામ: શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની' 


શ્રાદ્ધ


જેમના અંશ આપણે બધા,

એ પિતૃદેવનો માસ ભાદરવો..

આવો આપણે સૌ યાદ કરીએ, 

આપણા પૂર્વજ પિતૃઓને..


શ્રાદ્ધ ના દિવસો ચાલે ,

શ્રદ્ધા પૂર્વક શ્રાદ્ધ કરીએ..

કુટુંબીજનો સૌ ભેગા મળીએ,

શ્રદ્ધા ભાવથી તર્પણ કરીએ..


યુગોથી ચાલતી આવી,એ

શૃંખલાની કડી આપણે..

એમનું જ બધું આપેલું,

એ પિતૃઓનું શ્રાદ્ધ કરીએ..


પિતૃ ઋણમાંથી મુક્ત થવાને,

શ્રાદ્ધ પક્ષના રૂડા દિવસોએ..

કાગવાસ કરી ગાય કૂતરાને,

પહેલાં ખીર ખવડાવીએ.. 

તેમનું ભાવતું જમી જમાડી,

તર્પણ કરીએ આશીષ લઈએ..


શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી,

'મૌની' વડોદરા


બાંહેધરી: ઉપરોક્ત રચના મારી સ્વરચિત અને અપ્રકાશિત છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.