Pages

મંગળવાર, 5 સપ્ટેમ્બર, 2023

એ છે શિક્ષક - દિલીપ ધોળકિયા,"શ્યામ"

લેખક : દિલીપ ધોળકિયા,"શ્યામ"

રચનાનું નામ : એ છે શિક્ષક...

-----------------


શૂન્યમાંથી ઘાટ  આપીને ઘડે એ છે શિક્ષક.

વાત કેરા મૂલ્ય ખાતર જે લડે એ છે શિક્ષક.


સાવ નાનો થઈ  પછી  સાથે  રમે  સાથે પડે,

બાળ સાથે સહજતાથી જે રડે એ છે શિક્ષક.


સાવ કાચા પીંડને  જે ભાવથી  આકાર દઈ,

જે કરુણા જિંદગી સાથે જડે એ છે શિક્ષક.


દ્રોણ પરશુરામ જેવા આ  ભૂમિમાં  છે થયાં,

સત્ય જે જીભે  ધરી યુદ્ધે ચડે  એ છે શિક્ષક.


જીભ આપી તો પછી  મૃત્યુ સુધી નિભાવતા,

જે વચનને કાજ  પાછો ના પડે એ છે શિક્ષક.


~દિલીપ ધોળકિયા,"શ્યામ"

   જૂનાગઢ.


આ મારી સ્વરચિત રચના છે જેની હું બાંહેધરી આપું છું.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.